ગુજરાતમાં ખાદ્ય ભેળસેળ પર સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે ખાદ્ય ભેળસેળના ભ્રષ્ટાચાર પર કાબુ મેળવ્યો છે. રાજ્ય સરકાર ખાદ્ય ભેળસેળ સંબંધિત કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. પહેલા નફો કમાવવા માટે વ્યવસાય કરતા ખાદ્ય વેપારીઓ નાના દંડ ભરીને છટકી જતા હતા, હવે સરકાર આ દંડમાં મોટો વધારો કરવાનું વિચારી રહી છે.
ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકારે દંડની જાગવાઈઓ પર સૂચનો મંગાવ્યા છે. આ પછી, ખાદ્ય સલામતી-માનક કાયદામાં સુધારો કરવામાં આવશે. અને જા આ સૂચનો પર નો ઓબ્જેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે, તો ટૂંક સમયમાં ખાદ્ય ભેળસેળ માટે દંડ ચાર ગણો વધારવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં, આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના નિષ્ફળ જાય તો વેપારીઓને ૨૦ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
સરકાર ખાદ્ય પદાર્થોમાં સામાન્ય ભેળસેળથી લઈને હાનિકારક કેસોમાં દંડની જાગવાઈઓમાં સુધારો કરવા તૈયાર છે. હાલની જાગવાઈઓ અનુસાર, ભેળસેળ માટે કેટલીક સજા નક્કી કરવામાં આવી છે, પરંતુ હવે તેને વધુ કડક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કોઈ પણ ખોરાકની ગુણવત્તા સાથે ચેડા ન કરી શકે અને જા કોઈ આવું કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સુધારા માટે, સરકારે ૩૦ દિવસની અંદર નાગરિકો પાસેથી ઓનલાઈન વાંધા અને સૂચનો મંગાવ્યા છે. એટલુજ નહીં આ ઉપરાંત, હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો માટે દંડની રકમ પણ વધારવામાં આવશે. અગાઉ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટે ૫ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. હવે તેને ચાર ગણો વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે દંડની જાગવાઈ પર સૂચનો માંગ્યા છે. આ અંતર્ગત હવે ૫ લાખ રૂપિયાને બદલે ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને જા ખોરાક નિયમો મુજબ ન હોય તો ખોટી બ્રાન્ડેડ ખોરાક વેચવા બદલ ૨ લાખ રૂપિયાનો દંડ અને ૩ લાખ રૂપિયા સુધીનો દંડ કરવાની વિચારણા કરવામાં આવી છે. નાગરિકો ૩૦ દિવસ સુધી આ મામલે ઓનલાઈન સૂચનો આપી શકશે.