રાજ્ય સરકાર દ્વારા દિવાળી સમયે જીએએસ કેડરના ૮ અધિકારીઓની બદલીના આદેશ આપી દીધા હતા . જે બાદ આજે ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧ ( જુનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે.
તાત્કાલિક અસરથી એક સાથે જીએએસ કેડરનાં ૨૩ ક્લાસ વન અધિકારીઓની બદલી અને ૮ ક્લાસ વન અધિકારીઓની નિમણૂકનાં આદેશ પંચાયત વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે આ અંગે જે તે વિભાગના અધિકારીઓને પરિપત્રથી જાણ કરવામાં આવી છે સાથે જ નિમણૂક હેઠળના અધિકારીઓના નિયંત્રણ અધિકારીઓએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા ઓર્ડર આપી દેવાયા છે.
મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો કરવામાં આવી હતી જેમાં રાજ્યના જીએએસ કેડરના ક્લાસ-૧ ના ૨૧ અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ ૧૨)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ ૧૩)માં મુકવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના ૧૬ અધિકારીઓને આઇએએસ તરીકે બઢતી મળી હતી. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.