ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ દ્વારા શપથગ્રહણ બાદ રાજ્યભરમાંથી શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીએ નવા મંત્રીમંડળને આવકાર આપી અભિનંદન પાઠવ્યા છે. યુવા નેતા મનીષ સંઘાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ તમામ નવા કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “નિર્ણાયક સરકાર અને મજબૂત સંગઠન સાથે આ નવું મંત્રીમંડળ ગુજરાતના વિકાસમાં વધુ વેગ લાવશે.”