ઘો.૧૨ ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ૮૨.૪૫ ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ છાલાનું ૯૯.૬૧ ટકા આવ્યું છે જયારે સૌથી ઓછું પરિણામ ખાવડા ૫૧.૧૧ ટકા રહ્યું છે. રાજયમાં ૧૬૦૯ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સામાન્ય (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઉચુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-૧ ગ્રેડ સાથે ૧૩૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૨૦૨૩ની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહમાં ૧૬.૮૭ ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે. ૧૦ ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૭ છે. એ ૧ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૧.૦૩૪ છે એ ૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮,૯૮૩ છે જયારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૧.૯૨ ટકા છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૨.૯૪ છે. આજે ધોરણ – ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં ૯૭.૨ ટકા આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે, ગુજકેટની પરીક્ષામાં અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર રાજયમાં અવ્વલ આવ્યો હતો.