ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૧૫૬ બેઠકો જીતીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો બીજી બાજુ, કોંગ્રેસ માત્ર ૧૭ બેઠકો ઉપર જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલીવાર લડનાર આમ આદમી પાર્ટીને પાંચ અને સપા તેમજ અપક્ષ સહીતનાને ચાર બેઠકો મળી હતી. ગુજરાતની ૧૫મી વિધાનસભામાં આ વખતે કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે ૧૦૦થી વધુ નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં ૧૫ મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો બીજી બાજુ ૭૭ વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાઈ આવ્યાં છે.
નવી વિધાનસભામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ સહિત ત્રણ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ હશે. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા. ૨૦૧૭ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી જીત્યા હતા. અન્ય ડોકટરોમાં ડો. દર્શન દેશમુખ અને પાયલ કુકરાણીનો સમાવેશ થાય છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ અને નરોડા બેઠક પરથી જીત્યા હતા.
આ ઉપરાંત દર્શના વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શના વાઘેલા એક ગૃહિણી છે અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરપદે પણ બીરાજી ચૂક્યા છે. બીજી તરફ ભાવનગર-પૂર્વમાંથી જીતેલી સેજલ પંડ્યા કોચિંગ કલાસ ચલાવે છે. ભાજપના ૧૩માંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જે વાવના વર્તમાન ધારાસભ્ય છે. ગત ૧૪મી વિધાનસભામાં ૧૩ મહિલા ધારાસભ્યો હતા, જ્યારે ૧૩મી વિધાનસભામાં રેકોર્ડ ૧૭ મહિલા ધારાસભ્યો હતા.
નવા ચહેરાઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જોડેજોની પત્ની અને મહિલા ઉદ્યોગપતિ રીવાબા જોડેજોનો સમાવેશ થાય છે, જેઓ જોમનગર ઉત્તરમાંથી ૫૦ હજોર થી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા જોડેજો ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે. રીટા પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. રીટા વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ છે. બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા મહેશ્વરી લોજિસ્ટિસ્ક્સનો વ્યવસાય કરે છે. તેઓ ગત વિધાનસભામાં પણ ધારાસભ્યપદે હતા.
નવી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હશે. ઈમરાન કોંગ્રેસની ટિકિટ પર ૧૩,૬૦૦ મતોથી ચૂંટણી જીત્યા છે. ગત વિધાનસભામાં કોંગ્રેસના અન્ય મુસ્લીમ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, મહંમદ પિરજોદા હાર્યા છે. નવી વિધાનસભામાં બે સૌથી ધનિક ધારાસભ્યો ભાજપના છે. જે એસ પટેલ, માણસાથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમની સંપત્તિ ૬૬૧ કરોડ રૂપિયા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી બળવંત સિંહ રાજપૂત સિદ્ધપુરથી જીત્યા છે. તેમની સંપત્તિ ૩૭૨ કરોડ છે.
૨૦૨૨ની ચૂંટણીમાં કુલ ૧૨૬ ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી ૭૭ને ફરીથી ચૂંટ્યા, જેમાંથી ૮૪ ટકા ભાજપના છે, જ્યારે ૧૨ ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, ધવલસિંહ ઝાલા ભાજપમાં અલ્પેશ ઠાકોરની સાથે જોડાયા હતા. પેટા ચૂંટણીમાં બન્ને હાર્યા હતા. આ વખતે ભાજપે ટિકિટ ના અપતા, ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને બાયડ બેઠક જીતી હતી. કુતિયાણાથી પક્ષના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડેલા કાંધલ જોડેજો જીતી ગયા.