વલસાડ ખાતે યોજાયેલ ૬૯મી રાજ્ય કક્ષાની SGFI U-14/U-17 કુસ્તી સ્પર્ધા (ભાઈઓ)માં DLSS સોમનાથ એકેડેમી, કોડીનાર (ગીર સોમનાથ)ના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં DLSS સોમનાથ એકેડેમીના કુસ્તીબાજોએ મેડલ જીતીને પોતાની પ્રતિભા પુરવાર કરી હતી. અંડર-૧૭ ભાઈઓમાં બાંભણિયા પ્રિન્સે ૪૮ kg F/S અને મેઘનાથી દક્ષગીરીએ ૪૮kg G/R માં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે અંડર-૧૭ ભાઈઓમાં ભરવાડ સંજયે ૭૧kg G/R અને સોલંકી જીતેને ૮૦kg G/R માં સિલ્વર મેડલ જીત્યો અને અંડર-૧૭ ભાઈઓમાં માહતો આદિત્યએ ૧૧૦kg F/S બ્રોન્ઝ જીત્યો તો અંડર-૧૪ ભાઈઓમાં જીંજરિયા વિશાલે ૫૨kg માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં જે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે, તે તમામ ખેલાડીઓ આગામી સમયમાં આયોજિત થનારી રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જશે. આ સિદ્ધિ બદલ DLSS સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈ સોલંકી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, સ્પોટ્ર્સ ડાયરેક્ટર સંજયસિંહ સોલંકી, કુસ્તી કોચ નરેશકુમાર ચૌધરી, આસિસ્ટન્ટ કોચ વિવેકભાઈ તથા ડી.એલ.એસ.એસ. વિભાગ અને સોમનાથ એકેડેમી શાળા પરિવારે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.










































