ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને અઢી વર્ષની નવી ટર્મ માટે હોદ્દેદારોની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. આ સત્તાવાર વરણી માં સશક્ત પ્રદર્શન સાથે શાસક પક્ષે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ગણદેવી, ભાભર જેવી નગરપાલિકાઓમાં વિપક્ષ વગર એકચક્રી શાસન સ્થપાયું છે, જ્યારે ઊંઝા અને ડીસા જેવી બેઠકો પર બિનહરીફ પ્રક્રિયા સંપન્ન થઈ છે. રાજ્યના કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ગીર સોમનાથ, વડોદરા અને તાપી સહિતના જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સાધારણ સભાઓ યોજાઈ હતી. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામો પર આખરી મહોર મારવામાં આવી હતી.
આ વરણી પ્રક્રિયામાં કેટલીક રસપ્રદ ઘટનાઓ પણ સામે આવી છે. પાટણના સિદ્ધપુર નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો ઇંધણ બચાવવાના સંદેશ સાથે એક જ બસમાં સવાર થઈને ચાર્જ સંભાળવા પહોંચ્યા હતા. જ્યારે તાપીના વ્યારામાં માત્ર ૨૨ વર્ષની ઉંમરના હેતલ ભદાણેની દંડક તરીકે નિમણૂક કરીને યુવા પ્રતિભાઓને તક આપવામાં આવી છે. આગામી અઢી વર્ષ સુધી આ તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના વહીવટની જવાબદારી આ નવી બોડી સંભાળશે.
ક્રમ જિલ્લો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન / અન્ય મુખ્ય હોદ્દાઓ આ પ્રમાણે છે ૧ કચ્છ ભુજ શીતલભાઇ શાહ બિંદિયાબેન ઠક્કર કમલ ગઢવી (કારોબારી ચેરમેન), ધર્મેશ ગોર (શાસક પક્ષના નેતા), રૂપલબેન ચાવડા (દંડક), ૨ મહેસાણા બેચરાજી નરેન્દ્રભાઈ પટેલ હંસાબેન ભરવાડ મુકેશભાઈ શાહ (કારોબારી ચેરમેન), મનુજી ઠાકોર (પક્ષના નેતા), કનૈયાલાલ રાવલ (દંડક) ૩ મહેસાણા ઊંઝા ક્રીમાબેન પટેલ (બિનહરીફ) – ૪ મહેસાણા કડી રાજેન્દ્રભાઈ ગજ્જર (બિનહરીફ) સ્મિતાબેન પટેલ ભાજપ પાસે ૩૬માંથી ૨૮ બેઠકો ૫ સાબરકાંઠા હિંમતનગર અરુણાબેન કડિયા ગોપાલસિંહ રાઠોડ રાહુલ પટેલ (કારોબારી ચેરમેન), શશીકાંત સોલંકી (પક્ષના નેતા), રાજેન્દ્રભાઈ શર્મા (દંડક) ૬ કચ્છ અંજાર ધર્મિષ્ઠાબેન ખાંડેકા પરેશ માલસતર પ્રકાશ લોદરીયા (કારોબારી ચેરમેન), આશિષ ઉડવાણી (પક્ષના નેતા), ગિરીશ પરમાર (દંડક) ૭ આણંદ પેટલાદ કોકિલાબેન અશોકભાઈ તળપડા મનીષભાઈ રમેશચંદ્ર શાહ જય ભરતભાઈ પટેલ (કારોબારી ચેરમેન), ધરતીબેન પટેલ (પક્ષના નેતા), રમેશભાઈ પરમાર (દંડક) ૮ કચ્છ મુન્દ્રા બારોઇ ભોજરાજભાઈ ગઢવી- ધર્મેન્દ્રસિંહ ઝાલા (કારોબારી ચેરમેન) ૯ ગીર સોમનાથ ઉના હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ મિતેશભાઈ હરકિશનભાઈ શાહ ઘનશ્યામભાઈ જાશી (કારોબારી ચેરમેન) ૧૦ મહેસાણા વિજાપુર કામિનીબેન પટેલ બિનાબેન પ્રીતેશભાઈ પટેલ- ૧૧ મોરબી ટંકારા પંકજ કરોલીયા સરોજબેન ખોખાણી ભાજપ પાસે ૨૪માંથી ૧૮ બેઠકો ૧૨ બનાસકાંઠા ડીસા કૌશિક સાધુ (બિનહરીફ) પલ્લવીબેન જાષી (બિનહરીફ) – ૧૩ ખેડા કપડવંજ સેજલબેન અરવિંદભાઈ પટેલ સ્નેહા પ્રતિકભાઈ ઓઝા નરેન્દ્રભાઈ પટેલ (કારોબારી ચેરમેન), ભદ્રેશભાઈ સુતરીયા (પક્ષના નેતા), જયશ્રીબેન શર્મા (દંડક) ૧૪ વડોદરા વાઘોડિયા બ્રિજેશકુમાર ગોસ્વામી સંદીપકુમાર ડોડીયા કૃણાલકુમાર મહેતા (કારોબારી ચેરમેન) ૧૫ દાહોદ દાહોદ મીનાક્ષીબેન નિનામા જુગલબેન પંડ્યા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓ ૧૬ ખેડા કઠલાલ ટ્વીકલબેન મિતેશકુમાર શાહ વિષ્ણુભાઈ મગનભાઈ પરમાર સચીન રવિન્દ્રભાઈ જાશી (કારોબારી ચેરમેન) ૧૭ મહેસાણા વિસનગર આશાબેન પટેલ મહેન્દ્ર ઠાકોર પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે નિમણૂક ૧૮ ભાવનગર પાલીતાણા સુલોચનાબેન મકવાણા વિરેન્દ્રસિંહ સરવૈયા – ૧૯ ભાવનગર વલ્લભીપુર ધરમબા ગોહિલ સંજયભાઈ ભલાણી અગાઉની ટર્મમાં તેમના પતિ પ્રમુખ હતા ૨૦ ભાવનગર મહુવા (નવા સુકાનીની વરણી)-ભાવનગરની ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન ૨૧ સુરેન્દ્રનગર લીંબડી રીનાબેન જતીનકુમાર ત્રિવેદી રીટાબેન વિપુલભાઈ ચૌહાણ મહેન્દ્રસિંહ ઝાલા (કારોબારી ચેરમેન) ૨૨ ખેડા ઠાસરા હીનાબેન વિક્રમભાઈ પટેલ ચંદ્રિકાબેન બળવંતભાઈ પરમાર અંકિતાબેન સોલંકી (કારોબારી), તેજલ પંડ્યા (નેતા), મહેશ પરમાર (દંડક) ૨૩ પાટણ પાટણ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ ઉત્કર્ષ પટેલ પાટણ નગરપાલિકાના ૪૯મા મહિલા પ્રમુખ ૨૪ તાપી વ્યારા ડો. પ્રિયા પટેલ અનીસ ચૌધરી તેજસ પંચાલ (કારોબારી), જયેશ રાઠોડ (નેતા), હેતલ ભદાણે (દંડક) ૨૫ પાટણ સિદ્ધપુર રણજીતસિંહ સોલંકી પ્રમોદ પટેલ અંકુર મારફતિયા (કારોબારી ચેરમેન) ૨૬ નર્મદા રાજપીપલા શિવાની મહેતા ઉત્કર્ષ વસાવા શિવાની મહેતા પ્રથમવાર ચૂંટણી લડીને પ્રમુખ બન્યા ૨૭ વલસાડ ઉમરગામ ખુશ્બુબેન જાદવ યોગેશભાઈ દાંડેકર ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર (કારોબારી ચેરમેન) ૨૮ મોરબી વાંકાનેર રમેશભાઈ વોરા માધવીબેન દવે ભાજપ પાસે ૨૮માંથી ૨૧ બેઠકો ૨૯ સાબરકાંઠા ઇડર અનસુયાબેન પટેલ વિનોદભાઈ પરમાર જીનલ સગર (કારોબારી અધ્યક્ષ) ૩૦ નવસારી ગણદેવી નિતા ભંડારી રાજેશ પટેલ પિનાકીન પંડ્યા (કારોબારી),









































