અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ૨૦૨૪ લોકસભા ચૂંટણી બાદની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરમાંથી યુવક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી શશીસિંહ અને પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે પ્રદેશના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, જિલ્લા પ્રમુખો અને વિધાનસભા પ્રમુખો પણ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ સંદીપ ધાનાણી, તેજસ મસરાણી, જયરાજભાઈ ખુમાણ અને પ્રહલાદ સોલંકી પણ આ વિસ્તૃત કારોબારી બેઠકમાં સામેલ થયા હતા. બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટે યુવક કોંગ્રેસ સ્થાપના દિવસ, ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ અને ૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નેતાઓએ જિલ્લા મથકોએ આ કાર્યક્રમોનું સફળ આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.