ગુજરાત યુનિવર્સિટી ફરીથી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓએ એનએએસીની ટીમને પ્રોત્સાહન રૂપે લ્હાણી કરાયા હોવાનું એનએસયુઆઇ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે એનએએસીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો છે.
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવાના મામલે ગુજરાત યુનિવર્સિટી કુલપતિના નિવાસ સ્થાને એનએસયુઆઇએ હોબાળો મચાવ્યો હતો.એનએએસી ટીમની વિઝિટ સમયે ડ્યુટી નિભાવનાર પ્રોફેસરોને યુનિવર્સિટીએ વધુ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
એનએએસી ટીમની વિઝિટ સમયે ડ્યુટી નિભાવનાર પ્રોફેસરોને યુનિવર્સિટીએ વધુ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ૧૦ હજારથી લઈ ૫ લાખ સુધી પ્રોફેસર અને કર્મચારીઓને પગાર સિવાયના વધુ રૂપિયા અપાયા હતા. એક પ્રોફેસરને ૫ લાખ રૂપિયા પગાર સિવાયના વધુ રૂપિયા આપ્યા હતા. વિદ્યાર્થીઓની ફીમાંથી બક્ષિસ રૂપે આપેલ રૂપિયા વિદ્યાર્થીઓને પરત આપવા એનએસયુઆઇએ માગ કરી છે.
એનએસયુઆઇ દ્વારા થોડા દિવસ અગાઉ એનએએસી ટીમમાં કામ કરનાર અધિકારીઓ પ્રોત્સાહન રૂપે ૨૫ હજારથી લઇને ૫ લાખ સુધી એમ ૫૦ લાખ જેટલા રૂપિયા જે વિદ્યાર્થીઓની ફીના પૈસા છે, એ પૈસા કુલપતિએ કોઈ કમિટી બનાયા વગર સીધા પોતાના માનીતા અધિકારીઓએ ઓએનજીસીમાંથી લાવવામાં આવ્યા છે એમના કહેવાથી જ આપી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. એનએએસી ટીમને આપવામાં પ્રોત્સાહનરૂપે આપવામાં આવેલા પૈસા વિદ્યાર્થીઓની ફીના પૈસા છે. તે અગાઉ પણ એનએસયુઆઇ દ્વારા રજીસ્ટારને જાણ કરવામાં આવી હતી કે આ પૈસા પાછા લઈને વિધાર્થીઓના હિતમાં વાપરવા જાઈએ. પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા આજે ગુજરાત યુનિવર્સિટી કુલપતિના નિવાસ સ્થાને એનએસયુઆઇ દ્વારા કુલપતિ ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇએ ચીમકી આપી છે કે જા આવનાર દિવસોમાં આ પૈસા પાછા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદએ ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા છે જે દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન અને માન્યતા આપે છે.એનએએસી શિક્ષણ, શિક્ષણ, સંશોધન, માળખાગત સુવિધાઓ અને વિદ્યાર્થી સહાય સેવાઓ સહિતના વિવિધ માપદંડોના આધારે શિક્ષણની ગુણવત્તા અને એકંદર સંસ્થાકીય કામગીરીનું મૂલ્યાંકન કરે છે.





































