બગસરા સમસ્ત મારવાડી વણકર સમાજ આયોજિત સમસ્ત ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ દ્વારા ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. ડો .યોગેશ જોગસણની અધ્યક્ષતામાં અતિથિ વિશેષ ઉદ્‌ઘાટક જીનેશભાઈ બઢીયા, વિજયભાઈ ડાભી આશીર્વચન ધર્મેન્દ્ર હેજમ, છગનભાઇ બોરીચા, સાહિત્યકાર દેવજીભાઈ બાજક, સહિત અનેક નામી અનામી સમાજશ્રેષ્ઠી, કેળવણી રત્નો, રાજસ્વી અગ્રણી, સાહિત્યકાર કવિઓ, કર્મચારીની વિશાળ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. ગુજરાતભરમાંથી અસંખ્ય અગ્રણીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.