ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ-બગસરા દ્વારા આગામી તારીખ ૧પ-૦૯-ર૦ર૪ને રવિવારે ૧રમો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. જેનું અધ્યક્ષ સ્થાન પ્રો. ડો. યોગેશભાઈ જાગસણ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ અને ઉદ્ઘાટન જનેશભાઈ બઢીયા, અમદાવાદ, વિજયભાઈ ડાભી સબ રજીસ્ટર ગોંડલ કરશે અને આશીર્વચન ધર્મેન્દ્રભાઈ હેજમ સરપંચ, ગ્રામ પંચાયત ઉમરાળા જૈન પ્રચારક હાજરી આપશે. આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા નારણભાઈ પાટડીયા, શાંતિભાઈ રાણવા, ભીખાભાઈ રાણવા, જગદીશભાઈ પાટડીયા, સવજીભાઈ સોલંકી, હિંમતભાઈ રાણવા અને હિતેશભાઈ ખાંભુ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.