ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાની નવી ટીમ અને મહિલા કાર્યકારિણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ગહન ચર્ચા-વિચારણા બાદ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરીયા દ્વારા નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની યાદી જાહેર કરાઈ છે. આ નવી ટીમમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ઝોનને સાંકળીને ભૌગોલિક તેમજ જ્ઞાતિગત સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
હોદ્દેદારોની વિગતવાર યાદી
પ્રદેશ ઉપાધ્યક્ષ (૮ મહિલા અગ્રણીઓ)
જયશ્રીબેન દોશી (અમદાવાદ), છાયાબેન ગઢવી (કચ્છ), રિદ્ધિબેન પટેલ (સુરત જિલ્લો), કીર્તિબહેન દાણીધારીયા (ભાવનગર), ગીતાબેન પટેલ (વલસાડ), મનોરમા પ્રદીપ ખરડે (વડોદરા), શ્રદ્ધાબેન ભડંગ (દાહોદ), એકતાબેન સોઢા (જામનગર)
પ્રદેશ મહામંત્રીઃ જહાન્વીબેન વ્યાસ (ખેડા), ભાવનાબેન હીરપરા (જૂનાગઢ), પુષ્પાબેન ઠકોર
પ્રદેશ મંત્રી (૯ મહિલા અગ્રણીઓ)
પુષ્પાબેન ઠાકોર (પાટણ), સુમનબેન વળવી (ડાંગ), કામિનીબેન પંચાલ (ભરૂચ), ઉષાબેન ભોઈ (પંચમહાલ), ભીખીબેન લક્ષ્મીરાવ વોરા (બનાસકાંઠા), જલ્પાબેન ભાવસાર (અરવલ્લી), સરલાબેન મકવાણા (અમદાવાદ જિલ્લો), મંજુલાબેન સુયણી (સોમનાથ) અને ગીતાબેન વદર (પોરબંદર).
અન્ય મુખ્ય જવાબદારીઓઃ પ્રદેશ કોષાધ્યક્ષઃ રચનાબેન મોતાણી (દેવભૂમિ દ્વારકા),પ્રદેશ કાર્યાલય મંત્રીઃ પ્રિયાબેન પટેલ (ગાંધીનગર)
૨૫ સભ્યોની પ્રદેશ કારોબારીની જાહેરાત
નવા માળખામાં પક્ષના પાયાના અને સક્રિય કાર્યકરોને સ્થાન આપતા ૨૫ સભ્યોની પ્રદેશ કારોબારી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અરુણાબેન ચૌધરી (ગાંધીનગર), નીપાબેન પટેલ (આણંદ), જ્યોતિબેન માસાણી (પોરબંદર), સ્મૃતિબેન શાહ (જૂનાગઢ જિલ્લો), કાશ્મીરા શાહ (વલસાડ), જીગીષા પારેખ (નવસારી), હેમલતા રાણા (સુરત), સેજલબેન ગોલા (તાપી), વર્ષાબેન તડવી (નર્મદા) અને હેમીષાબેન ઠક્કર (વડોદરા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત લીલાબેન રાઠવા (છોટાઉદેપુર), રમીલાબેન ડામોર (મહીસાગર), દક્ષાબેન ચૌધરી (સાબરકાંઠા) અને સીમાબેન જાષી (રાજકોટ) જેવા સક્રિય ચહેરાઓને પણ સ્થાન આપી મહિલા શક્તિને મજબૂત પ્રતિનિધિત્વ અપાયું છે.
પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરીયાએ આ નવી ટીમ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ ટીમ આગામી સમયમાં સરકારની મહિલાલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં અને પક્ષની વિચારધારાને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. નોંધનીય છે કે, પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાતના મહિનાઓ બાદ આ મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે.