લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હજી ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી ૩૯ બેઠકોનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ૪૧ બેઠકોનું મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં યોજાયેલા ગુજરાતની એક બેઠક બિનહરીફ સાથે ૨૫ બેઠકોનું મતદાન પૂર્ણ થતા ગુજરાત ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચાર માટેની રણનીતિ ઘડાઈ છે. જે અંતર્ગત કુલ ૮૦ બેઠકો ધરવતા ઉત્તર પ્રદેશમાં હજુ ૪૧ બેઠકોનું મતદાન બાકી છે. જેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશને ઘમરોળવા માટે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા, ધારાસભ્યો, સંસદસભ્યો, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા સહિતના મોરચાને ભારતીય જનતા પાર્ટીએ કામે લગાડ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ પક્ષમાંથી સિનિયર અને યુવાન નેતાઓને ઉત્તર પ્રદેશની ૪૧ બેઠકો માટેના પ્રચાર પસાર જવાબદારી
આભાર – નિહારીકા રવિયા સોંપીને લોકસભામાં ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા છે.
જાકે ઉત્તર પ્રદેશમાં ૪૧ બેઠકોની યોજાનાર ચૂંટણીમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક વારાણસી તેમજ ભાજપના કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, મેનકા ગાંધી,સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે કોંગ્રેસના ગઢ ગણાતા રાયબરેલી,અમેઠી સહિતની બેઠકોમાં ચૂંટણી યોજવાની છે. આ બેઠકોમાં ભાજપ મજબૂત બને તે આશ્રય સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓ અને દેશના વિવિધ પ્રાંતના નેતાઓ કામે લગાડ્યા છે. ત્યારે ૪૧ બેઠકોમાંથી ક્યા દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે
વારાણસી બેઠકમાં ચૂંટણી લડતા પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્રમાં ભાજપના સંગઠમંત્રી રત્નાકર પાંડે અને કેબિનેટ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પ્રચાર કરશે.,કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહની લખનઉ બેઠક ગુજરાતના યુપી સેલના વિરેન્દ્રસિંહ,કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીની અમેઠી બેઠક પર ગુજરાતના પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને યુવા મોરચા મંત્રી સત્યદીપસિંહ પરમાર,પૂર્વ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીની સુલતાન પુર બેઠક માટે ગુજરાતના રાજય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ,રાયબરેલી બેઠકના પરથી ચૂંટણી લડતા દિનેશ પ્રતાપસિંહ માટે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને યુવા મોરચા પ્રમુખ ડો પ્રશાંત કોરાટ, પ્રયાગરાજ બેઠક પરથી ચૂંટણી લડતા નીરજ Âત્રપાઠી માટે અમરાઈવાડી ધારાસભ્ય હસમુખ પટેલ,જાનપુર બેઠક પરથી લડતા યુપી ગૃહમંત્રી કૃપાશંકર માટે મોરચાના મંત્રી નરેન્દ્ર પરમાર,ભાવનગરના પ્રભારી ધવલ દવે અને વાય કે ગોહિલ, કૌસાંબી બેઠક પરથી લડતા વિનોદ સોનકર માટે રાજ્યસભાના સંસદ મયંક નાયક અને પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા પ્રચાર કરશે
લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૨૦૨૪ માં ૪૦૦ સીટ હાંસલ કરવાનું લક્ષ્યાંક આપ્યું છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમરકસી રહ્યા છે. ત્યારે ૪૦૦નું લક્ષ્યાંક પાર થાય તે માટે ગુજરાત પ્રદેશના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં પ્રચાર પ્રસાર માટે કામે લાગ્યા છે. હવે ૪ જૂને પરિણામ આવશે, ત્યારે અંદાજ આવશે કે ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકમાં કાઠું કાઢે છે.