અમદાવાદ પાલડી ખાતે અંધજનોની સહાયતા માટે હંમેશા તત્પર રહેતી નવજ્યોત અંધજન મંડળના પાયાના પથ્થર કાંતિભાઈ જૈનનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્રારા છેલ્લા પંદર વર્ષથી કોઈ પણ સરકારી સહાય વગર ગુજરાત ભરમાં અંધ પરિવારોને દર મહિને અનાજ કરિયાણાની કિટ આપવામાં આવે છે. તેમાંય કાંતિભાઈ જૈન ખુદ અંધ છે. આમ છતાં પોતાની કુનેહ અને અંધ પરિવારોને મદદ રૂપ થવાની ભાવનાથી પ્રેરાઈ આ સેવાના મહાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. ૦૨/૦૬/૨૦૨૫ ને સોમવાર અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધઅપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ તેમજ વોટ્સએપ ગ્રુપ ગામનો ચોરો (જે અંધ લોકોનું વોટ્સએપ ગ્રુપ છે) દ્વારા આયોજિત સન્માન સમારંભ યોજાયો હતો.








































