ગુજરાત બોર્ડનું ધોરણ ૧૦નું બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે નવીનતમ અપડેટ બહાર આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત એસએસસી પરીક્ષાઓના પરિણામો ટૂંક સમયમાં જ બહાર આવી શકે છે. અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડ ધોરણ ૧૦માનું પરિણામ ૨૦૨૨ જૂનના મધ્યમાં એટલે કે ૧૫મી જૂન ૨૦૨૨ની આસપાસ જોહેર થઈ શકે છે. જે ઉમેદવારોએ આ વખતે ગુજરાત એસએસસીની પરીક્ષા આપી છે તેઓ તેના રિલીઝ થયા પછી સત્તાવાર વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકશે.
જીએસઇબી ૧૦મું પરિણામ જોહેર થયા પછી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકાય છે. આ કરવા માટે, ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે.
દર વર્ષે ગુજરાત રાજ્યની ૧૦મી બોર્ડની પરીક્ષા માટે લગભગ ૧૦ લાખ ઉમેદવારો અરજી કરે છે. આ વખતે પણ સંખ્યા એટલી જ રહેવાનો અંદાજ છે. રાજ્યભરમાં ૨૫૦૦ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. તમામ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ૨૮ માર્ચથી ૦૯ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે.
જો આપણે વર્ષ ૨૦૨૧ ના પરિણામોની વાત કરીએ તો ગયા વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૩૦ જૂને જોહેર થયું હતું. પરીક્ષા માટે કુલ ૮૫૭૨૦૪ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને ૧૭૧૮૬ વિદ્યાર્થીઓ છ૧ ગ્રેડ સાથે પાસ થયા હતા. એટલું જ નહીં ૫૭૩૬૨ વિદ્યાર્થીઓએ છ૨, ૧૦૦૯૭૩ વિદ્યાર્થીઓએ બી-૧, ૧૫૦૪૩૨ વિદ્યાર્થીઓએ બી૨, ૧૮૫૨૬૬ વિદ્યાર્થીઓએ સી૧, ૧૭૨૨૫૩ વિદ્યાર્થીઓએ સી ૨ અને ૧૭૩૭૩૨ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.