દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ વખત ગુજરાત બહાર દેશના કોઈ રાજયમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે. ‘રીન્યુએબલ એનર્જી’માં રીલાયન્સ આંધ્રપ્રદેશમાં રૂ.૬૫૦૦૦ કરોડનું રોકાણ કરશે અને ૫૦૦ બાયોગેસ પ્લાંટ સ્થાપશે. કમ્પેસ્ડ બાયોગેસ પ્લાંટની કંપની ૨.૫૦ લાખ રોજગારીનું પણ સર્જન કરવા જઈ રહી છે.
ગુજરાતમાં રીલાયન્સ કલીન રીન્યુએબલ એનર્જીમાં જામનગર નજીક વિશાળ આરઈ સંકુલ ધરાવે છે. આ અંગેના એક કરાર પર રાજયના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની હાજરી છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચે કરારમાં સહી સિકકા થયા હતા.
આંધ્રપ્રદેશ સરકારે બાયોફયુલ પ્રોજેકટ છે. અનેક પ્રોત્સાહનો જાહેર કર્યા છે. જેમાં ૨૦% કેપીટલ સબસીડી અને સ્ટેટ જીએસટી તથા ઈલેકટ્રીક ડયુટી રીફંડ આપશે. આ સુવિધા પાંચ વર્ષ સુધી રહેશે. રાજયમાં જેનાથી ૨.૫૦ લાખ નવી રોજગારીનું સર્જન થશે.
આંધ્રપ્રદેશ સરકારના જણાવ્યા મુજબ ફકત ૩૦ દિવસમાં જ આ કરારમાં નિર્ણય લેવાયો છે. આમ રાજય સરકાર વ્યાપાર ઉદ્યોગને માટે અત્યંત ઝડપથી નિર્ણયો લઈ રહી છે અને ખાસ કરીને ગ્રામીણ રોજગારીમાં તેમાં વધારો થશે. કૃષી ક્ષેત્રને પણ ફાયદો થશે અને સરેરાશ રૂ.૩૦૦૦૦ની પ્રતિ એકર આવક ખેડુતની વધશે.