ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલી દ્વારા “અમૃત ખેડૂત બજાર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા કુલ ૯ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિવિધ કૃષિ પેદાશો તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત આ બજારમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અનાજ, શાકભાજી, દાળ, ઘઉં, તેલ, ગોળ, આચાર, દવાઓ, તથા ગૌ આધારીત ઉત્પાદનો અંગે નાગરિકોમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.







































