આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં ૧૦૩ ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલા દેશમાં ૯૯% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. મહત્તમ તાપમાન સામાન્ય અને સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદ ૪૬૭ એમએમથાય છે. જા ગયા વર્ષની વાત કરીએ તો તે દરમિયાન ૪૩૬દ્બદ્બ વરસાદ નોંધવામાં આવ્યો હતો.
ચોમાસા દરમિયાન દેશમાં વર્ષ દરમિયાન ૮૭ સેમી વરસાદ થાય છે. વર્ષનો સામાન્ય વરસાદ ૯૬થી ૧૦૪% માનવામાં આવે છે.આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, આખા ચોમાસા દરમિયાન લા-નીના પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. તેથી જ વરસાદ વધારે થવાની શક્યતા છે.લા-નીનાનો અર્થ પ્રશાંત મહાસાગરના દરિયા કિનારાના તાપમાનમાં વાંરવાર ફેરફાર થવો. તેનાથી આખી દુનિયાના હવામાનને અસર થાય છે. અલ નીનોના કારણે તાપમાન ગરમ થાય છે અને લા-નીનાના કારણે ઠંડુ થાય છે.
આ વર્ષે ચોમાસું ત્રણ દિવસ પહેલાં કેરળ પહોંચ્યું છે. જા પંજાબની વાત કરીએ તો અહીં લૂ આવવાની શક્યતા છે. અહીં ચોમાસુ ૩૦ જૂન પહેલાં આવવાની શક્યતા છે. જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર-પ્રદેશ, પંજાબ, હરિયામા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને ૨૨ મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે.
મે મહિનામાં સરેરાશ દેશમાં વધારે ગરમી નોંધાઈ છે. ૈંસ્ડ્ઢના જણાવ્યા પ્રમાણે પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, લુધિયામા અને પટિયાલામાં વધારે ગરમી નોંધાઈ છે. અમૃતસરમાં તો ૨૦૧૩ પછી પહેલીવાર ગરમી ૪૦ ડિગ્રી પાર થઈ છે. દિલ્હીમાં ચોમાસાના પહેલાં મહિને એટલે કે જૂનમાં સામાન્ય વરસાદ થવાનો છે. સામાન્ય રીતે જૂનમાં ૧૬૫ દ્બદ્બ વરસાદ થવાનો છે. જૂનમાં સામાન્ય વરસાદની રેન્જ ૯૨થી ૧૦૮ટકા છે. દિલ્હીમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. તેના કારણે ઘણાં ઝાડ ટૂટી ગયા અને વીજળી જતી રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ સાથે ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જાકે આ સપ્તાહમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે.