ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ ૨૦૨૨) ની ૧૫મી સિઝનમાં પ્રથમ વખત ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે તેમની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આઇપીએલ ૨૦૨૨ ટ્રોફી જીતી. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવી જીતનો ડંકો વગાડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો ગુજરાતે સરળતાથી ૧૮ ઓવરમાં પીછો કરી લીધો હતો. આવો અમે તમને આ મેચના પાંચ હીરો અને પાંચ વિલન વિશે જણાવીએ.
હીરો હાર્દિક પંડ્યા: આ મેચમાં જો કોઈ ખેલાડીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હતું, તો તે છે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, જેણે માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ અજોયબીઓ કરી હતી. તેણે પ્રથમ ૪ ઓવરમાં ૧૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ બીજો દાવમાં બેટિંગ કરતા ૩૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૪ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
શુભમન ગિલ ઃ આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે શાનદાર ઇનિંગ રમી હતી અને અણનમ ૪૫ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
ડેવિડ મિલર આઇપીએલમાં કિલર મિલર તરીકે જોણીતા ડેવિડ મિલરે પણ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર ઇનિંગ રમી હતી અને ૧૯ બોલમાં અણનમ ૩૨ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૩ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી.
સાંઈ કિશોર: ગુજરાત ટાઇટન્સના યુવા બોલર સાંઇ કિશોરે ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ૨ ઓવરમાં ૨૦ રન આપીને બે વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે યશસ્વી જયસ્વાલનો કેચ પણ પકડ્યો હતો.
યશ દયાલ: યુવા બોલર યશ દયાલે પણ પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે ૬ની ઈકોનોમીમાં ૩ ઓવરમાં ૧૮ રન આપ્યા અને રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલને ૨૨ રનમાં આઉટ કર્યો.
ખલનાયક
ડ્રોપ કેચ: જો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં હારના કારણોની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સનું ખરાબ ફિલ્ડિંગ સૌથી મોટું કારણ હતું. જેમાં યુઝવેન્દ્ર ચહલે પ્રથમ ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલનો કેચ છોડ્યો હતો. આ પછી શિમરોન હેટમાયરે પણ ૧૦ ઓવરના પહેલા બોલ પર ગિલનો કેચ છોડ્યો હતો. જેના કારણે શુભમન ગિલને ૨ જીવતા મળ્યા અને તે પછી તેણે ધમાકેદાર ઇનિંગ રમીને અણનમ ૪૫ રન બનાવ્યા.
રવિચંદ્રન અશ્વિનઃ પોતાના કેરમ બોલ અને સચોટ બોલિંગને કારણે હંમેશા સમાચારોમાં રહેનાર રવિચંદ્રન અશ્વિન ફાઇનલમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે ૧૨મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને ૧૫ રન આપ્યા અને તેની ૩ ઓવરમાં ૧૦.૬૭ની ઇકોનોમીમાં ૩૨ રન આપ્યા અને એકપણ વિકેટ લીધી ન હતી.
દેવદત્ત પડિકલઃ યુવા બેટ્‌સમેન દેવદત્ત પડિકલ પણ ફાઇનલમાં અસરકારક પ્રદર્શન કરી શક્યો ન હતો. તે ૧૦ બોલમાં માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. આ સમગ્ર સિઝનમાં તે ૧૭ મેચમાં માત્ર ૩૭૬ રન જ બનાવી શક્યો હતો.
શિમરોન હેટમાયરઃ પોતાની ઝડપી બેટિંગથી ચર્ચામાં રહેલો શિમરોન હેટમાયર પણ આ મેચમાં કોઈ અજોયબી બતાવી શક્યો નહોતો. તેની બેટિંગ દરમિયાન તેણે ૧૨ બોલમાં માત્ર ૧૧ રન બનાવ્યા અને હાર્દિક પંડ્યાના હાથે આઉટ થયો. તે જ સમયે, ફિલ્ડિંગમાં પણ તેણે ઘણા મહત્વપૂર્ણ કેચ છોડ્યા.