ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલતી જ હોય છે. ૨૦૨૨ની ચૂંટણી જૉહેર થયા પહેલાં અને જૉહેર થયા પછી પક્ષપલટાનો દોર શરૂ થઈ હતો અને અનેક નેતાઓએ પાટલી બદલી બીજૉ પક્ષમાં એન્ટ્રી મેળવી હતી. દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી જવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા તેમજ મુળ કોંગ્રેસી એવા નેતાઓને ભાજપે આ વખતે ટિકિટ પણ આપી હતી. જેમાંથી સાત બેઠક એવી છે જ્યાં પક્ષપલટો કરીને ભાજપમાં ભળેલા નેતાઓ જીત્યા છે તો બે બેઠક પર પક્ષપલટુનો પરાજય થવા પામ્યો છે.
અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જૉડેજૉ, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વીરમગામમાં હાર્દિક પટેલ, જસદણમાં કુંવરજી બાવળિયા, તાલાળામાં ભગાભાઈ બારડ, ગોધરામાં સી.કે.રાઉલજી, કપરાડામાં જીતુ ચૌધરી, વિસાવદરમાં હર્ષદ રિબડીયા ‘આપ’ સામે પરાસ્ત થયા છે. બીજી બાજુ પક્ષપલ્ટો કરનાર નેતાઓને નીચે મુજબની સફળતા મળી છે.
વીસાવદર બેઠક:ભાજપના હર્ષદ રીબડિયાનો પરાજયઃ આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીનો વિજય
વીરમગામ બેઠક: ભાજપના હાર્દિક પટેલનો વિજય,કોંગ્રેસના લાખા ભરવાડનો પરાજય
માણાવદર બેઠકઃ ભાજપના જવાહર ચાવડાનો પરાજય,કોંગ્રેસના અરવિંદ લાડાણીનો વિજય
ગાંધીનગર દક્ષિણ બેઠકઃ ભાજપના અલ્પેશ ઠાકોરનો વિજય,કોંગ્રેસના હિમાંશુ પટેલનો પરાજય જસદણ બેઠકઃ ભાજપના કુંવરજી બાવળિયાનો વિજય,કોંગ્રેસના ભોળા ગોહિલનો પરાજય
ધારી બેઠકઃ ભાજપના જેવી કાકડિયાનો વિજય,કોંગ્રેસના કિર્તી બોરીસાગરનો પરાજય
બાલાસિનોર બેઠકઃ ભાજપના માનસિંહ ચૌહાણનો વિજય,કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણનો પરાજય
છોટાઉદેપુર બેઠકઃ ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવાનો વિજય,કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાનો પરાજય
કરજણ બેઠકઃભાજપના અક્ષય પટેલનો વિજય,કોંગ્રેસના પ્રિતેશ કુમાર પટેલનો પરાજય
કપરાડા બેઠકઃ ભાજપના જિતુભાઈ ચૌધરીનો વિજય,કોંગ્રેસના વસંત પટેલનો પરાજય
તાલાલા બેઠકઃ ભાજપના ભગવાન બારડની જીત,કોંગ્રેસના માનસિંહ ડોડિયાની હાર