દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને ભય વધતો જતો રહ્યો છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યાં છે. અને હવે રાજધાની દિલ્હીમાં તેનો ખતરો વધી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હીમાં હાઈ રિસ્ક દેશોમાંથી પરત ફરેલા ૧૫ યાત્રીઓ આઇએનજીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તમામનો સેમ્પલો જિનોમ સિક્વન્સિંગગના માટે મોકલવામાં આવ્યાં છે. જેનો રિપોર્ટ ૪ થી ૫ દિવસમાં આવવાની સંભાવના છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ જે ૧૫ લોકો શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે. તેમાંથી ૯ કોરોના પોઝિટિવ છે. જ્યારે બચેલા ૬માંથી ગળામાં ખરાશ અને તાવના લક્ષણો છે. આ તમામને દિલ્હી સરકારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે,
તાજેતરમાં દિલ્હી સરકારને એલએનજેપીને ઓમિક્રોન સંક્રમિતો માટે ઈલાજ માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. શુક્રવારે સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૨ હતી. જે વધીને ૧૫ થઈ જવા પામી છે. હોસ્પિટલના મેડિકલ સ્ટાફના સુત્રોના જણાવ્યા મુજબ જે ત્રણ નવા દર્દીઓ મળ્યાં છે. તે તમામ યૂકેથી પરત ફર્યા છે.
કેન્દ્વ સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિંમ્બાવે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલને હાઈ રિસ્ક દેશોની યાદીમાં રાખ્યા છે. અને આ દેશમાં યાત્રા કરવા વાળા યાત્રિઓને આરટીપીસીઆર ટેસ્ટ કરવવો જરૂરી છે. રિઝલ્ટ આવ્યાં બાદ આ યાત્રિઓને એરપોર્ટ પરથી નીકળવાની પરમીશન મળશે.
ભારતમાં અત્યાર સુધી ૪ દર્દીઓ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ભોગ બન્યા છે. જેમાંથી કર્ણાટકમાં ૨, મહારાષ્ટ્ર અને ગુજરાતથી ૧-૧ દર્દીઓ મળી આવ્યાં છે. કર્ણાટકમાં મળેલા દર્દીની ઉમર ૬૬ અને ૪૬ વર્ષ છે. બંનેમાં હળવા લક્ષણો છે. અને બંને તાજેતરમાં બંને દક્ષિણ આફ્રીકાથી પરત ફર્યા છે. ગુજરાતમાં પણ શનિવારે ૭૨ વર્ષના એક દર્દીએ ઓમિક્રોનનો વેરિયન્ટની પુષ્ટી કરવામાં આવી હતી. તે પણ ઝિમ્બાવેથી પરત ફર્યા હતાં. બીજી તરફ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ સાઉથ આફ્રિકા અને દુબઈ થઈ ભારત આવ્યો હતો.