ગુજરાતમાં વધુ એક વખત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી
આભાર – નિહારીકા રવિયા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી મોટી કાર્યવાહી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફળ ઓપરેશન પાર પડતા અભિનંદન આપ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગુજરાત એટીએસ અને એનસીબી , દિલ્હીને ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી જીત બદલ અભિનંદન! આપતી Âટ્‌વટ કરી છે. તેમણે લખ્યું છે કે, તાજેતરમાં, ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડી એમડી ડ્રગ્સ અને એમ ડી ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે, જેની કુલ કિંમત રૂપિયા ૧૮૧૪ કરોડ છે!
આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરુપયોગ સામે લડવામાં અમારી કાયદા અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયત્નોને દર્શાવે છે. તેમના સહયોગી પ્રયાસો આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સુરક્ષામાં નિર્ણાયક છે.અમારી કાયદા અમલીકરણ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટÙ બનાવવાના તેમના મિશનમાં તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!