ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કુલ ૬૦૯૮ જેટલા પદાધિકારીઓનું બીજું સંગઠન જોહેર કર્યું છે.
જેમાં ધાર્મિક માથુકીયાને આપની વિદ્યાર્થી પાંખના પ્રમુખ બનાવાયા છે. જ્યારે ભેમાભાઈ ચૌધરીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. પ્રદેશ કક્ષાએ ૧૪૮, લોકસભા કક્ષાએ ૫૩ કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સમિતિમાં ૧૫૦૯ કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ છે તો વિધાનસભા કક્ષાએ ૪૪૮૮ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ અંગે ખુદ આપઁએ ટિવટ કરીને જણાવ્યું છે કે, ‘આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ ૬૦૯૮ જેટલા નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં. ત્યારે થોડાંક દિવસો અગાઉ છછ ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે ગુજરાત આપના સંગઠનને લઇને મહત્વની જોહેરાત કરી હતી. જેમાં ઈસુદાન ગઢવીને આપના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાતના ખજોનચી બનાવાયા હતા. આ સંગઠનની ટીમમાં પૂરા ૮૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.