મોટીવાવડી ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ ધનસુખભાઈ ગુજરાતીના પુત્ર પ્રિયાંશ ગુજરાતીએ ઈન્ડિયા ઓક્સફર્ડ ફોરમના પ્રમુખ પદની જવાબદારી સંભાળીને ગારીયાધાર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. યુવા આઈકન પ્રિયાંશ ગુજરાતી હાલમાં ઈંગ્લેન્ડના ઓક્સફર્ડ ખાતેની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીએચડીની પદવી મેળવી રહ્યા છે. તેમની સાથે જ તેઓ અસાધ્ય રોગોની દવા બનાવવા માટેનું પોતાનું એક સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહ્યા છે. તાજેતરમાં ૧૫ જૂનના રોજ ઓક્સફર્ડ ખાતે આ ફોરમની એક આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.