બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે બીજીવાર કડક ટિપ્પણી કરી છે. બુલડોઝર ચલાવવાની ધમકીઓ ન આપશો. સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું કે અપરાધમાં સામેલ હોવું એ સંપત્તિ પર બુલડોઝર ચલાવવાનો આધાર ન બનવો જાઈએ. શિર્ષ અદાલતે ગુજરાતની એક પાલિકાને આદેશ આપ્યો છે કે તે યથા સ્થીતિ જાળવી રાખે, એક અપરાધિક કેસમાં ઘર પર બુલડોઝર ચલાવવાની પરિવારને ધમકી અપાઈ હોવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે જે દેશમાં કાયદો સર્વોચ્ચ છે એ દેશમાં બુલડોઝર ચલાવવાની ધમકી આપવી યોગ્ય નથી.
જસ્ટીશ હ્રષિકેશ રોય અને ન્યાયમૂર્તિ સુધાંશું ધૂલિયા તેમજ એસવીએન ભટ્ટીની બેન્ચમાં આ મામલો ચાલી રહ્યો છે. કોર્ટે કહ્યું કે કહેવાતા અપરાધને કોર્ટે સમક્ષ સાબિત કરવાની જરૂર છે. આ દેશમાં કાયદો જ સર્વોપરી છે. જ્યાં બુલડોઝર ચલાવવાની ધમકી આપવી એ સુપ્રીમ સહન નહીં કરી શકે. નહીં તો આ પ્રકારની ધમકીને દેશના કાનૂન પર બુલડોઝર ચલાવવા સમાન ગણાશે.
બેન્ચે પ્રસ્તાવિત તોડફોડની કાર્યવાહી સામે સુરક્ષા આપવાની જાવેદ અલી એમ સૈયદની યાચિકા પર ગુજરાત સરકાર અને ખેડા જિલ્લાના કઠલાલ નગર પાલિકાને નોટિસ ફટકારી છે. સુપ્રીમે ૪ સપ્તાહમાં આ કેસમાં જવાબ માગ્યો છે. યાચિકા કર્તાના વકીલે કહ્યું કે એક સપ્ટેમ્બરના રોજ પરિવારના એક સભ્ય સામે ફરિયાદ કરાઈ છે.
વકીલે દાવો કર્યો છે કે નગર નિગમના કેટલાક અધિકારીઓએ યાચિકાકર્તાના પરિવારના ઘર પર બુલડોઝર ચલાવવાની ધમકી આપી હતી. શીર્ષ અદાલત આ યાચિકા પર સુનાવણી કરવા માટે સહમત થઈ છે અને એક મહિના બાદ આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરાશે. આ મહિનાની શરૂઆતમાં પણ સુપ્રીમ કોર્ટે અન્ય એક કેસની સુનાવણીમાં બુલ ડોઝર એક્શન પર ગાઈડલાઈન બનાવવાની વાત કરી હતી. કોર્ટે આ મામલાને ગંભીર અને ચિંતાજનક બતાવી કહ્યું હતું કે કેટલાક રાજયોમાં જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે એ નિયમો અને કાયદાની વિરુદ્ધમાં છે.