અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. પત્ની અને દીકરાની સામે જ કુહાડીથી ગરદન કાપી હત્યા કરાઈ.અમેરિકાના ડલાસમાં ચંદ્રમૌલી નાગમલ્લૈયાની હત્યા કરાઈ છે.ડાઉનટાઉન સૂટ્‌સ મોટલમાં આ ક્રુરતાપૂર્વકની ઘટના બની હતી.જેમાં યોરડાનિસ કોબોસ-માર્ટિનેજ નામના વ્યક્તિએ હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ એવી ક્રુરતા આચરી હતી કે, ધડથી માથું અલગ કરવા ૪ મિનિટમાં ૬૦ ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં મૂકાયેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. હત્યા બાદ કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારી હતી અને બાદમાં માથાને ઉંચકીને કચરાપેટીમાં ફેંકી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે મૃતક તેમના પરિવાર સાથે મોટેલમાં હતા, જ્યાં તેમણે આરોપીને તેમની મહિલા સહયોગીના માધ્યમથી કહ્યું કે, તે ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરે. આરોપીથી આ સહન ન થયું અને તેણે હત્યા કરી દીધી. હત્યા બાદ ગરદનને પહેલા લાત મારી અને બાદમાં ડસ્ટબિનમાં નાખી દીધી. આરોપી પકડાઈ ગયો છે અને તેણે હત્યાની કબૂલાત પણ કરી છે.બુધવારની સવારે ડેલાસના એક મોટેલમાં માણસની હત્યા અને શિરછેદની ઘટના સામે આવી છે. તપાસકર્તાઓ મુજબ આરોપી યોર્ડાનીસ કોબોસ-માર્ટિનેઝે યુવકની હત્યા કરીને તેનું માથું વાઢી નાંખ્યું  હતુ, તેના બાદ તેનું માથું કચરાપેટીમાં ફેંકી દીધું હતું. આરોપી લોહીથી ભરેલા ટી-શર્ટમાં જાવા મળ્યો હતો, ત્યારબાદ ડેલાસ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.પ્રતિક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે પીડિતની હત્યા માચેટી (તીક્ષ્ણ હથિયાર) વડે કરવામાં આવી હતી. ઘટના સવારે લગભગ ૯ઃ૩૦ વાગ્યે સેમ્યુઅલ બુલેવાર્ડ પર આવેલા ડાઉનટાઉન સુઇટ્‌સ મોટેલમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ પીડિત ચંદ્ર નાગમલ્લૈયાહ (૫૦ વર્ષ) પર ધારદાર હથિયારથી અનેક વાર હુમલો કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા પેરામેડિક્સે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે જણાવ્યું કે, ૩૭ વર્ષીય યોર્ડાનીસ કોબોસ-માર્ટિનેઝને ઝડપી તેની સામે કૅપિટલ મર્ડર (ગંભીર હત્યા) નો ગુનો નોંધાયો છે. ઉપરાંત, તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હોવાના કારણે તેના સામે ઇમિગ્રેશન હોલ્ડ પણ મૂકવામાં આવ્યો છે.એક સાક્ષીએ જણાવ્યું કે નાગમલ્લૈયાહ અને કોબોસ-માર્ટિનેઝ બંને મોટેલમાં કર્મચારી હતા. સાક્ષીએ વધુમાં જણાવ્યું કે આરોપીએ માચેટી લઈને પીડિતનો પીછો કર્યો, અનેક વાર હુમલો કર્યો અને પછી તેનું શિરછેદ કરી નાખ્યું. મૃતક ૫૦ વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા. તેઓ બારડોલીના એનઆરઆઇ ચંપક રણછોડભાઈ પટેલ (લેઉવા પટેલ) પાસેથી મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા. આ કરપીણ હત્યા તેમની પત્ની અને પુત્રની સામે જ થઈ હતી.