અગ્નિપથ યોજનાને લઈને દેશના કેટલાક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ વિરોધનો ખૂબ પ્રભાવ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આ પ્રદર્શનની અસર ના બરાબર છે. બોલિવુડ એક્ટર કમાલ આર. ખાન (કેઆરકે)એ ગુજરાતમાં પ્રદર્શન ન થવાની વાત પર ટ્‌વીટ કર્યું છે. કમાલ આર. ખાને ટ્‌વીટર પર લખ્યું કે, અગ્નિપથ વિરુદ્ધ ગુજરાતમાં કોઈ વિરોધ થઈ રહ્યો નથી કેમ કે, ૯૯ ટકા ગુજરાતના લોકો મિલેટ્રીમાં સામેલ થતા જ નથી.
કમાલ આર. ખાનની આ ટ્‌વીટ પર લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કરાલ મેહતા નામના યુઝરે જવાબ આપતા લખ્યું કે, એવું એટલે છે કેમ કે ગુજરાતમાં પ્રદર્શનકારીઓને પૈસા આપીને પ્રદર્શન કરાવવામાં આવતા નથી. સાથે જ તેઓ રોજગાર ઉત્પન્ન કરવા લાગ્યા છે. મોહિત ઠાકુરે લખ્યું કે, જેમણે જિંદગીમાં ક્યારેક ગ્રાઉન્ડનું એક ચક્કર પણ લગાવ્યું નથી, તેઓ પણ અગ્નિવીરના ફાયદા ગણાવી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, કોઈ ફિલ્મ બનાવ, ક્યાં સુધી આવી રીતે ટ્‌વીટ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરતો રહેશે?
દીપક નામના યુઝરે લખ્યું કે, ‘ગુજરાતના ૯૯ ટકા લોકો આ દેશની જીડીપી વધારવા અને આ દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે મહેનત કરે છે. રુત્વલ નામના યુઝરે લખ્યું કે, અમે ગુજરાતીઓએ કૃષિ કાયદાઓનો પણ વિરોધ કર્યો નથી, શું તેનો અર્થ એ છે કે ગુજરાતમાં કોઈ ખેડૂત નથી? અમે ગુજરાતીઓએ નોટબંધી અને ય્જી્‌નો વિરોધ ન કર્યો, શું તેનો અર્થ એ છે કે, ગુજરાત વ્યવસાયમાં નથી. ગુજરાત દેશમાં કરદાતાઓની સંખ્યામાં બીજો નંબર પર છે. એક કરદાતા ક્યારેય વિરોધ નહીં કરે.
મિરાજ ખાને લખ્યું કે, સાચું કહ્યું ભાઈ, જેટલી પણ યોજનાઓ છે સાહેબ વધારેમાં વધારે ગુજરાતીઓને આપી રહ્યા છે. નિઝામુદ્દીન શેખે લખ્યું કે, ખાન સાહેબ ગુજરાતી સેનામાં શા માટે જોય, જ્યારે બેંકોની મોટી મોટી લોન લઈને ક્યાં તો વિદેશ ભગાડી દેવામાં આવે છે ક્યાં તો આકાઓ દ્વારા બેંકો પર દબાણ નાખીને માફ કરાવી દેવામાં આવે છે.
અગ્નિપથ યોજનાને લઈને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બિહારમાં ઘણી ટ્રેનો, બસો અને પોલીસ સ્ટેશનોને આગના હવાલે કરી દીધા છે. યુવાનો સરકારને આ યોજનાને તાત્કાલિક પાછી લેગાની માગણી કરી રહ્યા છે, પરંતુ ત્રણેય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે સેનામાં ભરતી થવાની આ જ પ્રક્રિયા ચાલશે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ કરી દીધું કે, જો કોઈ વિદ્યાર્થી પર હિંસા સાથે જોડાયેલી હ્લૈંઇ નોંધાયેલી હશે તો તેના માટે દરવાજો બંધ છે.