ઉત્તરાયણના દિવસે ગુજરાતી ઊંઘિયું ખાવાનો શોખ રાખતા હોય છે. આમ તો ગુજરાતીઓ સ્વાદ પ્રિય હોય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતીઓ ઉતરાયણ પર્વ પર હજારો કિલો ઉંધીયુ જલેબી ઝાપટી જવાના છે. જેના માટે વેપારીઓને ત્યાં બે દિવસ આગાઉથી ગુજરાતીઓનાં મનપસંદ ઊંધિયાનું વેચાણ સાથે બીજા દિવસની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. આ સાથે વેપારીઓ એવી આશા સેવી રહ્યાં છે કે, આ વખતે સુરતીઓ સારા એવા પ્રમાણમાં ઊંધિયું ઝાપટી જવાના છે.
અમદાવાદમાં ઊંધિયાની સરેરાશ કિંમતો રૂપિયા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલો છે. જો કે, સ્વાદના શોખીન આ વર્ષે હજારો કિલો ઊંધિયું હોંશે હોંશે ઝાપટી જશે. આ અંગે ઊંધિયું બનાવનાર વેપારી જણાવ્યું કે, દર વર્ષે હજારો કિલો ઊંધિયું સુરતીઓ આરોગે છે. ઉતરાયણમાં ઊંધિયું ખાવાની અલગ જ મજા હોય છે. એટલું નહીં પરંતુ ઊંધિયામાં ઉમેરાયેલા તમામ શાકભાજી શિયાળામાં લાભદાયક માનવામાં આવે છે. જેથી લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે.
સ્વાદ રસિયાઓ ઊંધિયા જલેબીની સાથે શેરડી, બોર અને જમરૂખ અને તલ સાંકળી તુવેરના ઘુગ્રા અને સાદી પૂરી તથા મથાનો સ્વાદ પણ માણસે પતંગનો પેજ લગાવવાની સાથે સાથે ઊંધિયાની જલેબીની જયાફત પણ મન મૂકીને માણવાનો કેઝ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે. એમાં વળી સુરતમા તો ઊંધિયા અને જલેબીનો સ્વાદ માણવાની પરંપરા પણ રહી છે. તેના વિના ઉત્તરાયણનો તહેવાર અધુરો માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માંગને પહોંચી વળવા શહેરના ફરસાણના વેપારીઓએ અગાઉથી જ તૈયારીઓ આરંભી દીધી છે.