રાજ્યમાં ૨ દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો અલર્ટની આગાહી છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, આગામી ૪૮ કલાક ગરમીનું જાર વધશે. કચ્છમાં ભારે ગરમીની અસર વર્તાશે. ગરમીને લઈ સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ યલો અલર્ટ સાથે હીટવેવની આગાહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન ૨-૩ ડિગ્રીનો વધારો થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હવે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી ૪૮ કલાકમાં ગરમીમાં વધારો જાવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આકરી ગરમી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી સુધી જઈ શકે. ૨૦ એપ્રિલ સુધી ગરમીમાં વધારો જાવા મળશે. ૨૨ એપ્રિલની આસપાસ કોઈ કોઈ ભાગમાં વરસાદી છાંટા અને વાદળો છવાઈ શકે છે. ૨૬ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે.
અંબાલાલ પટેલે આગાહી અનુસાર, હવે કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમી વધારો જાવા મળશે. રાજ્યમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં ૪૨ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. ખાસ કરીને પાટણના સમી હારીજ, બનાસકાંઠા અને મહેસાણામાં ગરમીમાં ભારે વધારો થશે. બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં ૩૯ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, જૂનાગઢમાં ૪૦ ડિગ્રી તો પોરબંદર ૩૬ ડિગ્રી સુધી તાપમાન જશે. રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ સુધી ગરમીમાં વધારો જાવા મળશે. આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધશે.
મે મહિનામાં કુદરતી આફતોના સંકેત આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ સમયગાળામાં વાદળછાયું વાતાવરણ અથવા પ્રિ-મોન્સૂન એક્ટીવિટીને કારણે વરસાદ પડી શકે છે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ૧૭ મે બાદ અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્્યતા છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ ભારે વાવાઝોડું ત્રાટકી શકે છે. ૨૬ એપ્રિલ થી મે મહિના સુધી આકરી ગરમીની સાથે અરબ દેશો તરફથી ‘કાળી આંધી’ ચડી આવવાની પણ સંભાવના છે.






































