ગોંડલમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં ગોંડલ શહેર ભાજપ દ્વારા ભગવત ગાર્ડન ખાતે જંગી દેખાવો કરવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા અને પૃથ્વીસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાની આકરી ટીકા કરી હતી. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ગાંધી અને સરદારની ભૂમિનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન
આભાર – નિહારીકા રવિયા મહિલા મોરચાની બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જેમણે ખડગે પાસે તાત્કાલિક માફીની માંગ કરી હતી. પરિસ્થિતિને જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વિવાદ આગામી ચૂંટણીઓમાં મોટો મુદ્દો બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.