દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા ૩૫૦ કરોડનું ૬૬ કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સ મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો પર્દાફાશ છે. તેમણે આ કામગીરી કરનારા પોલીસને અભિનંદન આપ્યા હતાં. પોલીસે માત્ર ૩ દિવસ માંજ મહત્વની કામગીરી કરી છે.
તેમણે કહ્યું હતું કે ખૂણે ખૂણેથી ડ્રગ્સના માફિયાઓને શોધવાની કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોને પકડી પાડ્યાં છે. બે મહિનાના સમયગાળામાં જ પોલીસે આ મુદ્દે ગંભીર કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, ૫૫ દિવસમાં ૨૪૫ કરોડથી વધુની રકમનો ૫૭૫૬ કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.૯૦ થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે
છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે ૫૮ કેસ કરવામાં આવ્યા છે. ૯૦ થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા ૫૫ દિવસમાં ૫૭૫૬ કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી ૨૪૫ કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે. ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સ ના જથ્થા વિશે તેમણે જણાવ્યુ કે, ડ્રગ્સનું દૂષણ દુનિયામાં ઝડપથી વધી રહ્યુ છે. યુવા ધનને ડ્રગ્સમાં ધકેલવા માટે માફિયાઓ અનેક ટ્રીક વાપરે છે. ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી.
મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલા અંદાજીત રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨ કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે એનઆઇએ તપાસ કરી રહી છે.