ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ગુજરાતમાં ૨૦૦૨ પછી કોઈ રમખાણ થયા નથી. જોકે, સરકાર (એનસીઆરબી અનુસાર)દ્વારા જોહેર કરાયેલા આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં ૨૦૦૨ થી ૨૦૨૦ વચ્ચે રમખાણોના ૨૯,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, ૨૦૦૨ પછીના પાંચ વર્ષમાં ગુજરાતમાં રમખાણોના ૮ હજોરથી વધુ કેસ નોંધાયા હતા.
એનસીઆરબી મુજબ, વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં રમખાણોના ૧,૮૨૪ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૦૪માં રાજ્યમાં રમખાણોના ૧,૫૯૯ કેસ નોંધાયા હતા. ૨૦૦૫માં ૧,૬૨૮ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૦૬માં ૧,૫૩૪ રમખાણો નોંધાયા હતા. ૨૦૦૨ પછી, પછીના પાંચ
વર્ષમાં એટલે કે ૨૦૦૩ થી ૨૦૦૭ સુધી, ગુજરાતમાં રમખાણોના ૮૨૫૩ કેસ નોંધાયા. તેવી જ રીતે, ગુજરાત રાજ્યમાં ૨૦૦૮માં ૧૮૦૯, ૨૦૦૯માં ૧૫૩૯, ૨૦૧૦માં ૧૬૨૩, ૨૦૧૧માં ૧૬૧૫, ૨૦૧૨માં ૧૭૫૮ અને ૨૦૧૩માં ૧૭૧૫ કેસ નોંધાયા હતા. દ્ગઝ્રઇમ્ એ વર્ષ ૨૦૨૦ સુધી જ રિપોર્ટ જોહેર કર્યો છે, ૨૦૨૦ સુધી ગુજરાતમાં રમખાણોના ૨૯,૧૫૦ કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે ૨૦૧૪ સુધી એનસીઆરબી રિપોર્ટમાં તમામ પ્રકારના રમખાણોને એક જ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. ૨૦૧૪ પછી, રમખાણોની વિવિધ શ્રેણીઓ અનુસાર આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. રમખાણોની કુલ સંખ્યાની સાથે એનસીઆરબી રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ રમખાણોમાંથી કેટલા સાંપ્રદાયિક છે, કેટલા બિઝનેસ સાથે જોડાયેલા છે અને કેટલા રાજકીય રમખાણો છે.
એનસીઆરબી અનુસાર, ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં રમખાણોના ૧,૩૫૪ કેસ નોંધાયા હતા. જેમાંથી ૫૭ કેસ કોમી રમખાણોના હતા. વર્ષ ૨૦૧૫માં રમખાણોના ૧,૭૫૧ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૬માં ગુજરાતમાં ૬૨ કોમી રમખાણોના કેસ નોંધાયા હતા. તેવી જ રીતે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં ગુજરાતમાં અનુક્રમે ૧,૭૪૦ અને ૧,૮૯૮ રમખાણો નોંધાયા હતા. જેમાંથી કોમી રમખાણો ૪૪ અને ૩૯ હતા. ૨૦૧૯માં ગુજરાતમાં કોમી રમખાણોના ૨૨ અને ૨૦૨૦માં ૨૩ કેસ નોંધાયા હતા. તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહિરે ૨૦૧૮માં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં અનુક્રમે ૭૪, ૫૫, ૫૩ અને ૫૦ સાંપ્રદાયિક અથડામણો થઈ હતી.
આ દલીલ સાચી ગણી શકાય કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ પછી આટલા મોટા તોફાનો થયા નથી. પરંતુ, એ પણ હકીકત છે કે રમખાણો પણ મોટી સંખ્યામાં થયા છે. ૧૦ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ, ગુજરાતમાં રામ નવમી નિમિત્તે ખંભાત અને હિંમતનગર બે શહેરોમાં કોમી અથડામણ થઈ હતી. આ ઘટનામાં ૧ વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે ૧ વ્યક્તિ ઘાયલ થયો હતો. ખંભાતમાં કોમી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ૨૦૦૬ માં, ગુજરાતના વડોદરામાં કોમી અથડામણમાં છ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. સમાચાર અહેવાલો અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશને સૈયદ ચિશ્તી રશીદુદ્દીનની દરગાહને હટાવવાનો નિર્ણય લીધો હતો, જે બાદ મામલો ગરમાયો હતો. આ સાંપ્રદાયિક હિંસા પર કાબૂ મેળવવા માટે ભારતીય સેનાના લગભગ એક હજોર સૈનિકો પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલાં વર્ષ ૨૦૧૪માં બરોડામાં હિંસા ફાટી નીકળી હતી. એક ધાર્મિક સ્થળનો વાંધાજનક ફોટો વાયરલ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી.