ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાે હતો અને ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે આ આજે ૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૯,૨૬૩ બેઠકો માટે મતદાન યોજાયું હતું કુલ ૨૫,૫૩૭ ઉમેદવારો મેદાનમાં હતાં મતદાન માટે રાજ્યભરમાં કુલ ૪૮,૪૫૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે વહીવટી તંત્રે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થામાં ૯૨,૫૮૩ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં.
આજે યોજાયેલા મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ ભાજપ-આપના કાર્યકરો વચ્ચે મારામારીના બનાવો બન્યા હતાં.કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી ગયા હતાં જા કે મશીન તાકિદે રીપેર કરીને મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ભારે ગરમી વચ્ચે યોજાયેલા મતદાનમાં સવારે કેટલાક મતદાન મથકો પર લાઇનો જાવા મળી હતી જયારે બપોરના સમયે મતદાન મથકો ખાલી જાવા મળ્યા હતાં પ્રથમ વખત મતદાન કરનાર મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યા હતો આ ચુંટણીઓ દરમિયાન ૪૫ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો છે અમદાવાદના કુબેરનગરમાં વીવી તોમર સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વી.વી.તોમર સ્કૂલમાં મારામારી થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. ગોમતીપુરના સત્યમનગરમાં પતરાવાળી સ્કૂલમાં બુથ આપવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં પતરાવાળી શાળામાં પાંચ બુથ બનાવવામાં આવ્યા હતાં જેને કારણે ગરમીમાં સ્ટાફ અને મતદારો શેકાયા હતાં . કુલર કે પંખા પણ પુરતા ના હોવાથી મતદારો પણ પરેશાન થયા હતાં.
મહેસાણામાં ધોમધમખા તાપમાં મતદારોની લાઇનો જાવા મળી હતી. ગરમીમાં મતદારો માટે મંડપ, ઓઆરએસ પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના સમયમાં પણ મતદારોની લાંબી લાઇનો જાવા મળી હતી અને દરેક બુથ પર મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં બપોર થતા નીરસ મતદાન જાવા મળ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મતદાન કર્યું હતું જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જાઇએ. આ હક અને ફરજ બન્ને સાથે નિભાવવાનો અમૂલ્ય અવસર છે. દરેક જણ મતદાન કરી ભાજપના દરેકને દરેક ઉમેદવારને વિજયી બનાવે તેવી અપીલ કરૂ છું.”મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બન્ને સાથે છે એટલે થોડુક હોય પણ મને લાગે છે કે હવે વોટિંગ શરૂ થશે. આપણે બધાને ફરીથી અપીલ કરૂં છું કે ગરમી હોય, લગ્નગાળો હોય તેમ છતાં પવિત્ર મત અવશ્ય આપવો જાઇએ.
મહેસાણાના દેલા ગામના લોકોએ મહાનગરપાલિકાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો ગામને પરાણે મહાનગરપાલિકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જાવા મળી રહ્યો હતો જેના પરિણામે મતદાન પ્રક્રિયા બિલકુલ ખોરવાઈ ગઈ હતી.અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જાવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જાઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધ અણદા ખેંગાર નાડોદાએ મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. વધતી ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં લોકશાહી પ્રત્યેનો તેમનો આ જાગૃત અભિગમ ગ્રામજનો અને યુવા મતદારોમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો.પંચમહાલ જિલ્લામાં સૌથી વયસ્ક મતદારે પોતાની ફરજ નિભાવી હતી. કાલોલ તાલુકાના કાતોલ ગામે ૧૧૨ વર્ષના વૃદ્ધાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જૂનાગઢના બીલખામાં ૧૧૦ વર્ષના વૃદ્ધે મતદાન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ
આભાર – નિહારીકા રવિયા વૃદ્ધ રાજાશાહી સમયથી અવિરત મતદાન કરતા આવ્યા છે.