૨૧ જૂનના રોજ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાતમાં સવા કરોડથી વધુ લોકો યોગ કરશે યોગ દિવસના કાર્યક્રમોના સૂચારુપૂર્ણ આયોજન માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજોઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરવામાં આવી, ઉપરાંત અધિકારીઓને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વર્ષે યોગ દિવસની મુખ્ય થીમ માનવતા માટે યોગ રાખવામાં આવી છે. યોગ દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યસ્તરથી લઈને જિલ્લા, તાલુકા તથા ગ્રામીણસ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સવા કરોડથી વધુ લોકો યોગ કરશે. રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ અને પ્રદેશના રમત ગમતના રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ૭,૫૦૦થી વધુ લોકો હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ તમામ સમારોહ સ્થળ પર કરવામાં આવશે.
રમત ગમત વિભાગના પ્રધાન સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ (સ્વતંત્રતાના ૭૫ વર્ષ) અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ ૭૫ આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવશે.’ મોઢેરા સૂર્ય મંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ સહિત ૨૨ પર્યટન સ્થળ, માનગઢ હિલ તથા સાપુતારા હિલ સહિત ૧૭ પ્રાકૃતિક સૌંદર્ય સ્થળ અને સાયન્સ સિટી પણ તેમાં શામેલ છે.
અમદાવાદના શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, કચ્છનું નાનું રણ, દ્વારકા સ્થિત શિવરાજપુર બીચ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય આઈકોનિક સ્થળ પર યોગ દિવસ સમારોહનું આયોજન કરવામાં આવશે. ભાવનગરમાં જવાહર મેદાન, જોમનગરમાં રણમલ તળાવ, રાજકોટમાં રેસકોર્સ મેદાન, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ તથા સુરતમાં વનીતા આશ્રમમાં યોગ દિવસ ઊજવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે યોગ દિવસને પર્યટન સાથે જોડીને રાજ્યના પર્યટનસ્થળોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં સ્કૂલો, આઇટીઆઇ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, જેલમાં પણ યોગ દિવસ ઊજવવામાં આવશે. તમામ જિલ્લા સ્તરીય સમારોહમાં તમામ જિલ્લામાંથી ૩,૦૦૦ લોકો ભાગ લેશે, જેથી ૯૯,૦૦૦ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. તમામ તાલુકામાંથી ૫૦૦ સહિત ૧,૨૫,૦૦૦ લોકો જોડાશે. આ પ્રકારે ગ્રામીણ સ્તર પર ૪,૫૫,૬૫૦ લોકો યોગ દિવસ સમારોહમાં શામેલ થશે. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૩,૨૩,૦૦૦ શિક્ષક, ૧,૧૨,૫૦૦ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ તથા ૨,૬૦૦ કોલેજના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ પ્રોફેસર આ યોગ દિવસના સમારોહમાં ભાગ લેશે.રાજ્યમાં ૨૮૭ આઇટીઆઇ,૧,૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬,૫૦૦, પેટા આરોગ્ય કેન્દ્રમાં ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.