ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં લધુત્તમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રીએ પહોંચ્યો છે.તો સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયુ છે.અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ પણ જોવા મળ્યું હતું.ધુમ્મસના કારણે વહેલી સવારે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી . તો કેટલાક લોકો ફૂલ ગુલાબીનો ઠંડીનો આનંદ માણતા પણ દેખાયા હત. લોકો ગાર્ડનોમાં કરસત કરતા પણ નજરે પડી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર અને જોન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. નવેમ્બરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આગામી ૫ દિવસ સુધી વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. શક્ય છે કે તેના કારણે દરેક જિલ્લાઓમાં ૨થી૫ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવે.
હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારથી ધુપ-છાવના વાતાવરણ વચ્ચે ઠંડા પવનનું જોર યથાવત્ રહ્યું હતું, જેને કારણે લોકોએ દિવસ દરમિયાન ઠંડી અનુભવી હતી. ઠંડા પવનની અસરથી અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી ગગડીને ૩૧.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧ ડિગ્રી ગગડી ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે, જેમાં વહેલી સવારે અને રાત્રે
ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
બીજી બાજુ રાજ્યમાં પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર ૧૫.૮
નલિયા ૧૨.૬
કંડલા ૧૪.૫
વડોદરા ૧૫.૪
કેશોદ ૧૫.૬
દીવ ૧૫.૮
વિધાનગર ૧૬.૩
પોરબંદર ૧૬.૯
ભાવનગર ૧૭
રાજકોટ ૧૭.૩
અમરેલી ૧૭.૮