ગુજરાતમાં મતદારયાદીઓ ના ચાલી રહેલા ખાસ સઘન સુધારાથી જાણવા મળ્યું છે કે રાજ્યભરમાં ૧.૭ મિલિયનથી વધુ મૃત મતદારો હજુ પણ વર્તમાન મતદારયાદી માં સામેલ છે. ગુરુવારે મુખ્ય ચૂંટણી અધિકારી  કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં આ વાત જણાવવામાં આવી હતી. આમ યાદી પૂરી થાય ત્યાં સુધીમાં ૫૩ લાખ વોટરોના નામ રદ થઈ શકે છે.રાજ્ય ચૂંટણીપંચે જણાવાયું છે કે ગુજરાતમાં એસઆઇઆર  કવાયત ૪ નવેમ્બરના રોજ બૂથ લેવલ ઓફિસરો દ્વારા તેમના સોંપાયેલા વિસ્તારોમાં ગણતરી ફોર્મનું વિતરણ સાથે શરૂ થઈ હતી અને ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.ચૂંટણીપંચનો દાવો છે કે રાજ્યમાં  છેલ્લી ચૂંટણીમાં મત આપનારા પાંચ કરોડથી વધુ મતદારોને ફોર્મ આપી દેવાયા છે. ૩૩ જિલ્લાઓમાંથી મોટાભાગનામાં ૧૦૦% ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પરત કરાયેલા ફોર્મનું ડિજિટાઇઝેશન હાલમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં, ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૧૨ માં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.”વિધાનસભા મતવિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ, અરવલ્લી જિલ્લાના બાયડ, રાજકોટ જિલ્લાના ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાના કેશોદ, ખેડા જિલ્લાના મહેમદાવાદ, આણંદ જિલ્લાના ખંભાત અને નવસારી જિલ્લાના જલાલપોરનો સમાવેશ થાય છે. આ યાદીમાં જણાવાયું છે કે ડાંગ જિલ્લો ૯૪.૩૫ ટકા મતગણતરી ફોર્મ ડિજિટાઇઝેશન સાથે આગળ છે.આ મતદારયાદી માં જણાવાયું છે કે, “આ કાર્ય દરમિયાન, એવું જાણવા મળ્યું કે રાજ્યભરમાં ૧.૭ મિલિયન મૃત મતદારો હજુ પણ મતદારયાદી માં હતા. ૬૧૪,૦૦૦ થી વધુ મતદારો તેમના સરનામાંમાંથી ગુમ થયા હતા. આ ઉપરાંત એવું જાવા મળ્યું કે ૩૦ લાખથી વધુ મતદારોએ કાયમ માટે ગુજરાત છોડી દીધું હતું.” આ  યાદીમાં જણાવાયું છે કે બીએલઓને ‘પુનરાવર્તિત’ શ્રેણીમાં ૩૨૫,૦૦૦ થી વધુ મતદારો મળ્યા, જેનો અર્થ એ થયો કે તેમના નામ એક કરતાં વધુ જગ્યાએ હતા.