ગીરસોમનાથમાં અકસ્માતમાં બેના મોત થયા છે જ્યારે આ તરફ સુરતના ઓલપાડ હાઈવે પર બાઈક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત થયું છે.
વાહનનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક લોકો પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે તેમની ઉતાવળ કે મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો વાહનનીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આજે રાજ્યમાં અકસ્માત બે ઘટના બની છે. ગીરસોમનાથ અકસ્માતમાં બેના મોત થયા છે જ્યારે આ તરફ સુરતના ઓલપાડ હાઈવે પર બાઈક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત થયું છે. તોઅમરેલીના ધારી-ચલાલા રોડ પર ખાનગી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.
ગીરસોમનાથ જિલ્લાના રાખેજ ગામે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બેકાબૂ ડમ્પર પલટી જતા અનેક લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. અકસ્માતની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યાં છે.
સુરતના ઓલપાડ હાઈવે પર બાઈક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર દંપતીને બોલેરો ચાલકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડામાં આવી છે
અમરેલીના ધારી-ચલાલા રોડ પર ખાનગી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. ઉનાથી અમદાવાદ જતી બસમાં સવાર ૧૮થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં પાંચ મુસાફરોની હાલત ગંભીર હોવાથી અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.









































