ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે. નવેમ્બર માસનો અડધો સમય વીતી ગયા બાદ હવે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. જા કે હજુ પણ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨૦-૨૧ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જાકે, નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાપમાનના આંકડાની વાત કરીએ તો રવિવારે લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રીથી ૨૬.૪ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતું. આમ નલિયા ગુજરાતના સૌથી ઠંડા શહેર તરીકે નોંધાયું હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૨૦-૨૨ ડિગ્રીની આસપાસ રહે છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી રહ્યું અને સારા એવા પ્રમાણમાં વરસાદ પણ વરસ્યો છે. જા કે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન છતાં હજુ જાઈએ તેવી ઠંડી નથી પડી રહી. અત્યારે ગુજરાતમાં દિવસભર આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક ભાગોમાં મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આખરે હવે આગામી ૫ દિવસમાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થાય તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પડતાં તાપમાંથી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ૧૫ નવેમ્બર બાદ ઠંડીનું પ્રભુત્વ વધવા લાગશે. ૧૫થી ૨૦ નવેમ્બર વચ્ચે તાપમાન ૧૬થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. દરમિયાન આજે અમદાવાદમાં ૩૬.૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રીનો જ્યારે ગત રાત્રિએ ૨૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
આજે દિવસ દરમિયાન અન્યત્ર ભાવનગરમાં ૩૪.૬, વડોદરામાં ૩૫, સુરત-અમરેલીમાં ૩૫.૨, ગાંધીનગરમાં ૩૫.૮, ડીસામાં ૩૬.૯, ભુજમાં ૩૭.૧, રાજકોટમાં ૩૭.૯ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે જ્યાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ૧૬.૬ સાથે દાહોદ, ૧૮.૬ સાથે ગાંધીનગર, ૧૯.૪ સાથે વડોદરા, ૧૯.૬ સાથે અમરેલીનો સમાવેશ થાય છે.