રાજ્યમાં શિક્ષણ વિભાગ બાળકોના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. સરકાર રાજ્યભરમાં ૫૦ જેટલી રેસિડેન્શિયલ શાળાને ચાલુ કરશે. આ શાળા ડિસેમ્બર માસના અંત સુધીમાં ચાલુ થશે. જેમાં ધોરણ એકથી પાંચના માત્ર ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. રેસિડેન્શિયલ સ્કૂલમાં દર વર્ષે ૧૫ હજોર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
કુલ ૧ લાખ વિદ્યાર્થીઓને તક મળશે અને કુલ ૫૦ શાળાઓમાં એક લાખ વિદ્યાર્થીઓને સરકાર મફત ભણાવશે. સરકાર એક વિદ્યાર્થી દીઠ ૬૦ હજોર રૂપિયાનો ખર્ચ કરશે. આ પ્રકારના પ્રયોગ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે રાજ્યના શિક્ષણ વિભાગની બેઠક યોજોઇ છે અને આગામી વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન એમઓયુ પણ થઈ શકે છે. ત્યારે આ પ્રકારનો પ્રયોગ ભારતમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે.