ગાંધીના ગુજરાતમાં દારૂ સહિત અનેક નશીલા પદાર્થ પર પ્રતિબંધ છે. તેમ છતા પણ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાતું હોય છે.ત્યારે એક સર્વેના કરવામાં આવ્યો છે કે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની કૂટેવના કારણે ત્રણ વર્ષમાં ૨૧૬ આત્મહત્યાના બનાવ બન્યાં છે.
ગુજરાતમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો અને દારૂની લતના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ૨૧૬ લોકોએ આત્મહત્યા કરી છે.ગુજરાતમાં નશાની લતના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધવા માંડયું છે.. વર્ષ ૨૦૧૮માં ૬૪ લોકોએ આત્મહત્યા કરી હતી.એ પછીના વર્ષ ૨૦૧૯માં આ આંકડો વધીને ૭૫ અને વર્ષ ૨૦૨૦માં ૭૭ આત્મહત્યાના કેસ પોલીસ ચોપડે નોંધાઈ છે.દેશભરમાં ૨૦૨૦માં ૯૧૬૯ લોકોએ આત્મહત્યા કરી છે.
તાજેતરમાં જ ઉપરાછાપરી મોટા પાયે નશીલા પદાર્થો પરડાવવાની ઘટનાઓ સામે આવી છે. સામે ચિંતા એ છે કે નહિ પકડાયો હોય તેવા માદક પદાર્થોનો જથ્થો કેટલા મોટા પાયે બજારમાં ફરતો હશે. કેન્દ્ર સરકારના ગ્રહમંત્રાલય કહે છે કે અસરગ્રસ્ત ક્ષેત્રોમાં નશામુકિત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. નશાની લતના કારણે આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ૧૧માં ક્રમે છે જ્યા વર્ષ ૨૦૨૦માં ૭૭ આત્મહત્યાની ઘટના બની છે. મહારાષ્ટ્રમાં સૌથી વઘુ ૨૪૭૯ આત્મહત્યાની ઘટના બને છે