ગુજરાતમાં નકલી દસ્તાવેજ કૌભાંડ વચ્ચે ડાંગ જિલ્લામાં પણ નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યો છે. જી હાપ હાલ થોડા સમય પહેલા દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સામેના કેસમાં અરજદારે કોર્ટ સમક્ષ કેટલીક હકીકતો મૂકી હતી ત્યારે ફરી આવીજ એક ઘટના ડાંગમાં બની છે. આપને જણાવી દઈએ આદિવાસી ૭૩એએ જમીન માં ટેન્ટ હાઉસ બનાવી બનાવટી દસ્તાવેજા બનાવી છેતરપિંડી કરવામાં આવી છે.જેના કારણે આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નં ૧૨૧ વાળી જમીનને બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજા નીકળતા મહેસુલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજા બનાવવા મુદ્દે ૫ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.માહિતી અનુસાર સાપુતારા પોલીસેતપાસ હાથ ધરતા આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે ત્યારે આ પહેલા આવી ઘટના દાહોદમાં બની હતી જ્યાં દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સામેના કેસમાં અરજદારે કોર્ટ સમક્ષ કેટલીક હકીકતો મૂકી હતી.
અરજદારોએ પોતે સીટી સર્વેની વેબસાઇટ પર મૂકાયેલી વિગતો અને સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ ચકાસ્યા પછી સંલગ્ન જમીનો એનએ થયેલી હોઈ ખરીદી હતી. હવે સ્થાનિક મામલતદાર નોટિસ આપીને કહે છે કે તમે ખેડૂત ન હોવા છતાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ મુજબની જરૂરી મંજૂરીઓ મેળવ્યા વગર ખેતીની જમીન તબ્દીલ કરી જમીન ધરાવો છો. ફક્ત એટલું જ નહીં મામલતદારો અરજદારોને મામલતદાર, કલેક્ટર કે ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીમાં વકીલ રોકવાની પણ મનાઈ ફરમાવી હતી. કોઈ અભણ,અંધ અને અશક્ત જ વકીલ રોકી શકે તેમ જણાવ્યું હતું.હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારના રેકોર્ડ પર જમીન એનએ થયેલી બતાવે છે તો પછી તમે કયા આધારે અરજદારને નોટિસ ફટકારી, જા જમીન એનએ થયેલી નથી તો પછી વાસ્તવમાં સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી થવી જાઈએ.
ડાંગ જિલ્લાનાં બારીપાડા ગામ ખાતે સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ કલેક્ટર ઓફીસ ડાંગનાં નામનો બિનખેતીની જમીનનો નકલી હુકમ બનાવી તંત્રને છેતરવાનો પ્રયાસ કરતા પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો. વીઓ રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ ચુકી છે.તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ બિનખેતીની જમીન માટેનું નકલી કૌભાંડનો પર્દાફાશ થતા હડકંપ મચી જવા પામ્યો છે.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બારીપાડા ગામ ખાતે નિર્માણ થઈ રહેલ સનરાઈઝ રેસ્ટોરન્ટ અને રિસોર્ટનાં સંચાલકોએ જમીનની બિનખેતી માટેની પરવાનગી લેવા અંગે કોઈ પણ અરજી કરવામાં આવી ન હતી.તેમ છતાં પણ તેઓએ કલેકટર ઓફીસ ડાંગ દ્વારા બિનખેતીની પરવાનગી આપી દેવામાં આવેલ હોય તેવો બનાવટી હુકુમ બનાવી મામલતદાર સમક્ષ રજુ કર્યો હતો.જાકે અહી બોગસ હુકુમ રજૂ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ શરૂ કરી હતી.જેમાં સર્વે નં.૧૨૧ વાળી જમીન પૈકી ૧૨૦૦ ચો.મી જમીન બિનખેતીનો મંજુ૨ થયેલ હોવાનો હુકમ સનરાઈઝ રેસ્ટરોન્ટ અને રિસોર્ટનાં સંચાલક મહેશભાઈ દામુભાઈ પવાર દ્વારા બતાવવામાં આવ્યો હતો. જે હુકમની નોંધ રેવન્યુ રેકોર્ડ થયેલ ન હોય તથા રેવન્યુ રેકોર્ડ મુળ સ્થિતિ એટલે કે સર્વે/બ્લોક નં.૧૨૧ હે.૧-૮૨-૦૭ ચો.મી મુજબ જ ચાલતુ હોય તેવુ જાવા મળ્યુ હતુ.ત્યારે સંચાલકો દ્વારા જે હુકમ રજુ કરવામાં આવેલ તે નકલી હોવાનું જણાતા આ સમગ્ર મામલાને લઈને આહવા ઇન્ચાર્જ સર્કલ ઓફિસર એ પાંચ જેટલા ઈસમો વિરૂદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ એન.ઝેડ.ભોયેએ હાથ ધરી છે.