(એ.આર.એલ),ખેડા,તા.૨૨
ખેડામાં વરાસી નદીના પુલ પર કપડવંજ પોલીસે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ સંતાડ્યો હતો. ત્યારે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે આરોપીઓને બાતમીના આધારે પકડી પાડ્યા છે. અગાઉ રાજ્યમાં ઘણા વિસ્તારોમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નડિયાદ પોલીસ ટુંડેલ ગામની સીમમાં એક પોલ્ટ્રી ફાર્મ માં ચાલતા વિદેશી દારૂના મોટા કટિંગ પર વસો પોલીસ ત્રાટકી હતી. તે બુટલેગર ગિરીશ પ્રજાપતિ ફરી એકવાર પોલીસના ઝપેટમાં આવ્યો હતો.વિદેશી દારૂનો મુદ્દામાલ વેચાણ અર્થે કટીંગમાં લઈ જવાતો હતો, તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી કટીંગ કરવા નીકળેલા એક આરોપી સહિત કાર અને રીક્ષા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પૂછપરછમાં ગિરીશ પ્રજાપતિનું નામ ખુલ્યું હતું.સ્ટેટ મોનીટરીંગની સેલને ચોક્કસ માહિતી મળી હતી કે, નડિયાદમાં કેનાલની બાજુમાં રહેતો ગિરીશ પ્રજાપતિ નામનો બુટલેગર શહેરમાં અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો સપ્લાય કરે છે. જે માહિતીના આધારે ગત મોડી રાત્રે વિજિલન્સ પોલીસ શહેરના પશ્ચિમ પોલીસ મથકની હદમાં વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક પહોંચી હતી.જ્યાં પાર્ક કરેલ ઇકો કાર જાતા નજીક પહોંચતા કાર ચાલકે કારને પોલીસથી બચવા માટે દોડાવી હતી. જાકે આગળ પાર્ક કરેલા એકટીવા અને મોટરસાયકલને ભટકાડી હતી. જે બાદ આ કાર ચાલક પોલીસ પહોંચે તે પહેલા જ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. વિજિલન્સ પોલીસે બંદોબસ્ત ગોઠવી બીજી માહિતી મળી હતી ત્યાં નજીકમાં પહોંચી રીક્ષાને પકડી લીધી હતી. અને રીક્ષા ચાલક સાગર ઉર્ફે વીકી અનિલભાઈ બારોટ પકડી પાડયો હતો.