આજે ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો ૪ જૂને મતગણતરી થશે. આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર નથી કરી. વિસાવદર સિવાય ૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર કરાઈ છે. ત્યારે વિસાવદરની પેટાચૂંટણી સળગતો મુદ્દો બન્યો છે. આખરે કેમ વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત ન કરાઈ. ગુજરાતમાં આ બેઠક પર જ સૌથી પહેલા રાજીનામું પડ્યું હતું. તો શું ચૂંટણી પંચથી ભૂલ થઈ છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે.
એ યાદ રહે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ મતદાન થશે અને ૪ જૂને પરિણામ જાહેર થશે જયારે ૧૯ એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે,૨૦ એપ્રિલે ફોર્મ ચકાસવામાં આવશે,૨૨ એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે , ૫ ખાલી બેઠકો પર ૭ મેના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે જેમાં વાઘોડિયા, વીજાપુર, ખંભાત માટે મતદાન પોરબંદર અને માણાવદર માટે મતદાન વીસાવદર બેઠક પર હાલ મતદાન નહીં ૪ જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, ગુજરાત માટે ૫ નોટિફિકેશન આવ્યું છે. વિસાવદર ભૂલચૂકથી રહી ગઈ છે. અમે સાથે ચૂંટણી કરવા રજુઆત કરીશું. અમે સાથે ચૂંટણી કરવા રજુઆત કરીશું. આ વખત એક ટાર્ગેટ રાખ્યો છે. ૨૬ સિટ જીતી હેટ્રીક નોંધાવીશું. ૫ લાખની લીડ દરેક સીટ પણ મેળવીશું. જે વચનો આપ્યા એ પૂર્ણ કર્યા છે. ભુપેન્દ્ર ભાઈ દ્વારા પણ મહત્વના પગલાં લેવાયા છે. ૮૦ ટકા મતદાન સુધી લઈ જવા કમરકસી છે. મતદાન વધે તે માટે પ્રયત્નશીલ છીએ. આચારસંહિતાનો અમલ કરીશું.
વિસાવદરની પેટાચુંટણી જાહેર ન થવા અંગે આપ નેતા ઇશુદાન ગઢવીનું નિવેદન આપતા કહ્યું કે, વિસાવદરની પેટા ચુંટણી લોકસભા સાથે જાહેર થઈ નથી. પેટાચુંટણી જાહેર ન થવા અંગે આપ ચુંટણી પંચમાં રજુઆત કરશે. વિસાવદરના ધારાસભ્યએ સૌથી પહેલાં રાજુનામુ આપ્યુ હતું. સૌથી પહેલાં બેઠક ખાલી થઇ હોવા છતાં કેમ પેટાચુંટણી જાહેર ન થઇ ? આપ લાંબા સમયથી વિસાવદર બેઠક પર તૈયારી કરી રહ્યુ છે.