ગુજરાતમાં ચોમાસાની વિદાયથી લોકોએ રાહતની લાગણી અનુભવી છે. ત્યાર બાદ હવે ઠંડીએ ગુજરાતના દરવાજા પર દસ્તક આપી છે. હવે ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વધી રહ્યો છે. આવા સંજાગો વચ્ચે ગુજરાતમાં હાલમાં ડબલ સીઝન જાવા મળી રહી છે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન ગરમી અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જા કે ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય નીચો ઉતર્યો છે. ઠંડીનો પારો ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાનની આસપાસ રહ્યો છે. જાકે, આગળના દિવસોમાં હજી પણ તાપમાન ઘટશે. રવિવારના દિવસે ગુજરાતમાં ૨૧.૪ ડિગ્રીથી લઈને ૨૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ૨૧.૪ ડિગ્રીથી લઈને ૨૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં ૨૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચુ તાપમાન હતું. જ્યારે દ્વારકા સૌથી ઉંચું ૨૭. ૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
એક હવામાનની જાણકારી આપતી વેબસાઈટ પ્રમાણે આવતી કાલે ૩૭ ડિગ્રી અને રાત્રે ૨૪ ડિગ્રી તાપમાન રહેશે. પવનની ગતિ ૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે હવાની ગુણવત્તા ખરાબ છે. સવારના સમયે ૨૬ ડિગ્રી તાપમાન તો સાંજના ચાર વાગ્યા સુધીમાં ૩૭ ડિગ્રી તાપમાન રહશે. જાકે, ત્યારબાદ ધીમે ધીમે તપામાનનો પારો ઘટશે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ તાપમાનનો પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગનું માનવું છે કે દિવાળીના દિવસો બાદ શિયાળો જામશે અને ઠંડી તેનું સાચું સ્વરૂપ બતાવશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તાપમાનમાં ધાર્યા કરતા વધુ ઘટાડો થઈ શકે છે.