હવે શિયાળુ પોશાક સ્વેટર અને જાકીટ કાઢી રાખવાની જરુર છે. હજુ તો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ છે ત્યાં વચ્ચે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે.આઈએમડીનું કહેવું છે કે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ૨૦ ઓક્ટોબર પછી ઠંડીનું પ્રમાણ વધશે અને વરસાદ લગભગ જતો રહેશે.
હવામાનશાસ્ત્રઓના મતે ૨૦ ઓક્ટોબર પછી લા નીના સક્રિય થઈ જશે. જે બાદ હવામાનમાં પલટો આવવાનો છે. લા નીના આ વખતે સમય પહેલા સક્રિય થઈ જશે. જેના કારણે શિયાળો લાંબો સમય ટકી શકે છે. લા નીના એ કુદરતી આબોહવાની ઘટના છે. આ સમયગાળા દરમિયાન, તે ઉત્તરમાં સામાન્ય કરતાં વધુ ઠંડુ અને દક્ષિણમાં સામાન્ય કરતાં વધુ ગરમ છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને આંદામાન નિકોબારમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ ૧૪ થી ૧૮ ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.