ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન કેવું રહી શકે છે તે અંગે હવામાન નિષ્ણાત દ્વારા માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૧ ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે, લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફારોની શક્્યતાઓ નથી. જેમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ રહેવાનું પૂર્વાનુંમાન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગે વધુ માહિતી આપીને એકે દાસ જણાવે છે કે, ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના  ભાગોમાં ઉત્તરિય પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે. જ્યારે પવનની ગતિ ૧૫-૨૦ કિલોમીટર પ્રતિકલાકની રહેવા સંભાવનાઓ છે.રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જાહેર કરાયેલા હવામાનમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન ૧૧.૬ ડિગ્રી સેલ્સીયસ નલિયામાં રહ્યું હતું. જ્યારે કંડલા પોર્ટ, રાજકોટ, વડોદરામાં લધુત્તમ તાપમાનનો પારો ૧૫ની નીચે ગયો હતો. તાપમાનમાં થયેલા સામાન્ય ફેરફારોના કારણે ૬ ડિસેમ્બરે સવારે તાપમાન વધારે ઠંડું થયું હતું.હવામાન વિભાગે રાજ્યના તાપમાન અંગે વાત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રીયમાં તપામાન સામાન્ય કરતા નીચું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. જ્યારે આ સિવાયના ભાગોમાં કોઈ મોટા ફેરફારો નોંધાયા નથી. આપવામાં આવેલી માહિતીમાં રાજ્યમાં નલિયા સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો, જ્યાં ૧૧.૬ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતા ૧.૬ ડિગ્રી સેલ્સીયસ નીચું નોંધાયું હતું.હાલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જાકે, ૧૧ ડિસેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ દિશાથી વિન્ડ સ્પિડ વધારે હોવાથી હમણાં તપામાનમાં કોઈ મોટા બદલાવની શક્્યતાઓ નથી.