ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમરેલીમાં સૌથી ઓછું ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારબાદ અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૫ ડિગ્રી, વડોદરામાં ૧૫ ડિગ્રી, ડીસામાં ૧૫.૮ ડિગ્રી, કંડલામાં ૧૫ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૬ ડિગ્રી, કેશોદમાં ૧૩.૯ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૧૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના લગભગ ૨૦ જિલ્લાઓમાં ૨૦ ડિગ્રી સેલ્સિયસયસથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે શિયાળાના આગમનનો સંકેત આપે છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનો ચાલુ રહેવાની શક્્યતા છે, જે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો કરી શકે છે અને રાજ્યભરમાં ઠંડીમાં વધારો કરી શકે છે. લોકોએ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે સાવચેતી રાખવાની જરૂર છે.ઘણા રાજ્યોમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસયસથી નીચે આવી ગયું છે, અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે, ૧૨ જિલ્લામાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસયસથી નીચે નોંધાયું છે, જેમાં રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસયસ નોંધાયું છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ અને ઇન્દોરમાં ઠંડી શરૂ થઈ ગઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં ૭ ડિગ્રી સેલ્સિયસયસ તાપમાન નોંધાયું છે. છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં પેન્દ્રામાં તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસયસ પહોંચ્યું છે.પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં આશરે ૪-૭ ડિગ્રી સેલ્સિયસયસનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે બાકીના મધ્યપ્રદેશ અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં આશરે ૨-૪ ડિગ્રી સેલ્સિયસયસનો ઘટાડો થવાની ધારણા છે. આગામી છ થી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને નજીકના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બે થી પાંચ ડિગ્રી ઓછું રહેવાની ધારણા છે. આગામી ત્રણ દિવસમાં પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીથી તીવ્ર ઠંડીની સ્થિતિ રહેશે. પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસયસથી નીચે અને સામાન્યથી ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.ગઈકાલની સરખામણીમાં આજે અમરેલીમાં ઠંડી વધી છે. દરમિયાન, રાજ્યના સૌથી ઠંડા શહેરો ગણાતા રાજકોટ અને નલિયામાં પણ સમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વાતાવરણ ઠંડુ બન્યું છે. સૌરાષ્ટ્રમાં શિયાળો ધીમે ધીમે જાર પકડી રહ્યો છે.સૌરાષ્ટ્રના સૌથી ઠંડા શહેર અમરેલીમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસયસ નોંધાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે. ગઈકાલની સરખામણીમાં આજે રાજકોટમાં ઠંડી વધી છે. સવારે ધુમ્મસની ચાદર વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું છે. શહેરનું લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસયસ સુધી પહોંચી ગયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે.









































