ગુજરાતમાં ઠંડીએ હવે પૂરજાશમાં પ્રવેશ કર્યો છે. કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર -કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રીનું તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ કે તેનાથી પણ નીચે પહોંચી ગયું છે.હવામાન વિભાગ અનુસાર “આજથી ૭ ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો રહેશે, પરંતુ ૭મી ડિસેમ્બર પછી ઉત્તરીય પવનોના પ્રવાહથી રાજ્યમાં ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે.”આજે સવારે નલિયા (કચ્છ)માં ૧૧.૦ અમરેલીમાં ૧૩.૮,રાજકોટમાં ૧૪.૩,ભુજમાં ૧૪.૮,કંડલા પોર્ટમાં ૧૪.૯,કેશોદમાં ૧૫.૧,ડીસા ૧૫.૨,મહુવામાં ૧૫.૬,ગાંધીનગરમાં ૧૫.૮,વડોદરામાં ૧૫.૮,અમદાવાદમાં ૧૬.૮,વલ્લભ વિદ્યાનગરમાં ૧૬.૮,પોરબંદર-દીવમાં ૧૬.૮,સુરેન્દ્રનગરમાં ૧૭.૪,નગરમાં ૧૮.૦ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.આગામી ૨૪ કલાક રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે.૪૮ કલાક બાદ રાત્રીનું તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધવાની શક્્યતા છે, પરંતુ એ પછી ફરી ઝડપી ઘટાડો થશે.વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ફરી ઠંડીનું જારૂરી પ્રમાણ વધશે.ઉત્તર ભારતમાં ઠંડીએ ભયંકર રૂપ લીધું છે.રાજસ્થાનના સીકરમાં ૭ ડિગ્રી, ૧૨ જિલ્લાઓમાં ૧૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આ સિવાયમધ્યપ્રદેશના રાજગઢમાં ૭ ડિગ્રી,છત્તીસગઢના પેંડરામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ વો‹નગ જારી કરી છે.તાપમાનમાં ઝડપી ઉતાર-ચઢાવને કારણે રાજ્યમાં શરદી, ખાંસી, તાવ તેમજ શ્વસન સંબંધિત બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોની સલાહ છે કે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે અને મોડી રાત્રે બહાર નીકળતી વખતે ગરમ કપડાં પહેરવા અને હાઇડ્રેશનનું ધ્યાન રાખવું.





































