રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, રોટી, કપડા ઔર મકાન ચલચિત્રની નીચેની પંÂક્તઓ મારા મનમાં ગૂંજી રહી છે. “પહેલે મુઠ્ઠીભર પૈસે સે થેલા ભર શક્કર આતી થી આજ થેલા ભર પૈસે સે મુઠ્ઠીભર શક્કર આતી હૈપ” કમરતોડ મોંઘવારી અને ખાધાખોરાકીની ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરના ગરીબ અને મધ્યમવર્ગ માટે કમરતોડ મોંઘવારી આજે જીવવું મુશ્કેલ બનાવી રહી છે. આજની પરિસ્થિતિતી કઈ દિશામાં જઈ રહી છે તેનું તાદૃશ્ય ચિત્ર ભારત સરકારના નીતિઆયોગ તેમજ ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી ઉપલબ્ધ આંકડાઓ ઉપર આધારિત રહી અહીં રજૂ કર્યું છે.રિઝર્વ બૅન્ક આફ ઇન્ડિયા તેમજ અન્ય આધારભૂત સ્રોતમાંથી ઉપજેલ વિગતો ખંખોળવાનું કામ આજની પરિસ્થિતિના અનુસંધાને શરૂ કર્યું કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય એ ગમતું નથી. એમને મન અત્યારે સમૃદ્ધિનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે અને એમાં કોઈ જ નકારાત્મક વાતો માટે અવકાશ ન હોવો જાઈએ. અમને પણ હકારાત્મક વિચારસરણી સાથે જ હંમેશાં નિસ્બત રહી છે. શુભત્વની સ્થિતિમાં અમારો વિશ્વાસ આજે પણ અટલ છે. રાજકુમાર સિદ્ધાર્થને ગરીબી, ઘડપણ, રોગ અને મૃત્યુ જેવી બાબતો નજરે જ ન ચડે જેથી એમનામાં વૈરાગ્ય ના આવે એવી જડબેસલાક ગોઠવણ એમના રાજવી પિતાશ્રીએ કરી હતી અને આમ છતાંય વરવી વાસ્તવિકતા એમના સુધી પહોંચી ગઈ અને આપણને ભગવાન તથાગત બુદ્ધ મળ્યા. બરાબર આ જ રીતે આ દેશની પચાસ ટકા વસતી જે સંસાધનો અને સંપત્તિનો દસ ટકા કરતાં પણ ઓછો હિસ્સો ધરાવે છે, તેમને મોંઘવારી નડે છે તે વાતનો સ્વીકાર અને કોઈ પણ સરકાર હોય એમને રાહત મળે એ અંગેની જાગવાઈ કરે તો સારું લાગે એ હેતુથી માત્ર હકીકતો સામે પ્રકાશ ફેંકવાનું કામ કર્યું છે.મોંઘવારી ની વાત પર આવીએ તો જાન્યુઆરી-જુલાઈ ૨૦૨૪ અને જાન્યુઆરી-જુલાઈ ૨૦૨૫ વચ્ચે ખાધાખોરાકી ની ચીજવસ્તુઓની છૂટક બજારમાં કિંમતો કેટલી વધી છે તેનો એક તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગરીબ પોતાની કુલ આવકના ૪૦ થી ૭૦ ટકા જેટલી રકમ ખાધાખોરાકી પાછળ ખર્ચે છે, જ્યારે નીચલો મધ્યમ વર્ગ લગભગ ૩૫ થી ૪૫ ટકા જેટલી પોતાની કુલ આવક ખાદ્યપદાર્થો અને સંલગ્ન સામગ્રી પાછળ ખર્ચે છે. એટલે આ કિંમતો વધે તો એના બજેટખર્ચમાં વધારો થાય અને પરિણામે થોડીઘણી પણ બચતના રહે અથવા સાજા-માંદા કે વિવાહ/મરણ જેવા પ્રસંગે ખર્ચો કરવા માટે કરજ કરવું પડે, જેમાંથી એ ક્યારેય બહાર ન નીકળી શકે એ વાત મારા એ સદ્રસીબ મિત્રો જેમને બેસુમાર આવક છે અથવા આવકનાં સાધનો એવાં છે કે ગમે તે રસ્તે એમની જરૂરિયાતો પૂરી થઈ શકે છે તેમણે સમજવું પડશે.







































