રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નિપજ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરાનાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં અત્સાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં ૩૪ કેસ નોંધાયા છે. જેમાં ૧૯ બાળકોનાં મોત નિપજ્યા છે.
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જાવા મળી રહ્યો છે, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ ૧૫૦ને પાર પહોંચ્યા છે. આજે ૧૫૩ કેસ નોંધાયા છે જ્યારકે ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા ૫૭ નોંધાઈ છે. આ જીવલેણ વાયરસથી ૬૬ દર્દીઓના મોત નિપજ્યા છે.
આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જાવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જાકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે ૧૦ વર્ષની નીચેના બાળકોમાં જ જાવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.
વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જાઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.